Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

બસ સ્ટેશનમાં સુતેલા શખ્સનો મોબાઇલ ચોરી કરનાર ઝડપાયો

જામનગર, તા.૬: ગઇ તા.૨૫/૦૫/૨૦૨૨ના મહેશભાઇ માલજીભાઇ મકવાણા ખોજા ગેઇટ મેધવારવાસ નાઓ જામનગર એસ.ટી.ડેપોમા રાત્રીના સૂતા હોય, તે દરમ્યાન તેઓના ખિસ્સામાંથી ઓપો કંપનીના મોબાઇલ ફોનની કોઇ ચોરી કરી લઇ ગયેલ હતો.

દરમ્યાન સ્ટાફના હિતેન્દ્રસિંહ જાડેજા, દિલીપભાઇ તલાવડીયા, સંજયસિંહ વાળા, નાઓને હકિકત આધારે મજકુર મંગળભાઇ કાળુભાઇ વઢીયાર રહે. ખેતી વાડી સામે વુલન મીલ ફાટક બાવરી વાસ જામનગર વાળાને જામનગર એસ.ટી.ડેપો રોડ બેન્ક ઓફ બરોડા પાસેથી ઓપો કંપનીના મોબાઇલ ફોન-૧ કિ.રૃ. ૩,૦૦૦/ સાથે પકડી પાડી મજકુર વિરૃધ્ધ એ.એસ.આઇ સંજયસિંહ વાળાએ કાર્યવાહી કરી મજકુર આરોપીને સીટી એ ડીવી પો.સ્ટે.માં સોપી આપેલ છે.

આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.કે.ગોહીલ ની સુચના થી પો.સ.ઇ.  આર.બી.ગોજીયા તથા એલ.સી.બી.સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર,બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(1:53 pm IST)