Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

રાણાવાવ સીમેન્‍ટ ફેકટરીની ચીમની ધરાશાયીની દુર્ઘટનામાં ૧૦ માસ બાદ મેનેજમેન્‍ટ સામે બેદરકારીનો ગુન્‍હો નોંધાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૬ : રાણાવાવ સીમેન્‍ટ ફેકટરી (હાથી સીમેન્‍ટ)ની મહાકાય ચીમની તુટી પડતા સર્જાયેલ ૧૦ માસ પહેલાની દુર્ઘટનામાં પોલીસે સીમેન્‍ટ ફેકટરીના મેનેજમેન્‍ટ સામે બેદરકારી અંગેનો ગુન્‍હો નોંધ્‍યો છે.

રાણાવાવની સીમેન્‍ટ ફેકટરી (હાથી સીમેન્‍ટ)માં ૧ર ઓગષ્‍ટ ર૦ર૧ના રોજ ફેકટરીની મહાકાય ચીમની તુટી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં ૩ મજુરોના મૃત્‍યુ થયેલ હતા અને તે સમયે અશરફઅલી શકુરશા વિવેક રાકેશ તથા મોરીયા શાહીદ ફેકટરીના ઇન્‍ચાર્જ સામે પોલીસે ગુન્‍હા નોંધ્‍યા હતા. ઉપરાંત ફેકટરીના સુપરવાઇઝર અને સાઇટ ઇન્‍ચાર્જ સામે પણ સલામતીમાં બેદરકારી સંબંધે ગુન્‍હા નોંધાયાં હતાં.

રાણાવાવ સીમેન્‍ટ ફેકટરીની દુર્ઘટનાની લાંબી ચાલેલી તપાસના અંતે દુર્ઘટનાના ૧૦ માસ બાદ સીમેન્‍ટ ફેકટરીના મેનેજમેન્‍ટ બેદરકારી અંગે સામે પોલીસે ગુન્‍હો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. 

(1:49 pm IST)