Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

મીઠાપુરના મોજપ ગામની સીમમાં ૭ પતાપ્રેમી ઝડપાયા

ખંભાળીયા તા. ૬ :.. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયે સુચના કરતા એલ. સી. બી.ના પોલીસ ઇન્‍સ. જે. એમ. ચાવડાનાઓ એલ. સી. બી. સ્‍ટાફ સાથે મીઠાપુર પો. સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગ કરતા હતાં.

દરમ્‍યાન એ.એસ.આઇ. અજીતભાઇ બારોટ હેડ કોન્‍સ. અરજણભાઇ મારૂ, પો. કો. મેહુલભાઇ રાઠોડનાઓને બાતમી અનુસંધાને વેરશીભા કારૂભા નાથાણી રહે. મોજપ ગામની વાડી વિસ્‍તાર તા. દ્વારકા વાળા તેના વાડીના મકાને જૂગારનો અખાડો ચલાવે છે. આ સ્‍થળે રેઇડ કરી ૬૧૭૪૦ તથા મો. ફો. નં.૮ કિ. રૂા. ૩૧,૦૦૦ તથા ટુ વ્‍હીલર વાહનો ૪ કિ. રૂા. ૧,ર૦,૦૦૦  મળી કુલ રૂા. ૧ર,૭૪૦ ના મુદામાલ સાથે  વેરશીભા કારૂભા નાયાણી ઉ.૬૦ ધંધો ખેતી રહે. મોજપ ગામની સીમ, મુકેશભાઇ ઉર્ફે પટેલ કાનજીભાઇ પાંજરીવાળા ઉ.પ૪ રહે. ઓખા નવીનગરી, નાગા જણભા માલાભા માણેક ઉ.પ૪ ધંધો મજૂરી રહે. સુરજકરાડી આશાપુરા ટોકીઝ પાસે, જગદીશભાઇ કરશનભાઇ ચૌહાણ, ઉ.૬ર, રહે. મીઠાપુર જુના હાઉસીંગ ફલેટ નં. ૧૮૭, કાંતિભાઇ હરજીભાઇ ગોહેલ ઉ.૬૩, ધંધો, ગેરેજની રહે. આરંભડા મહાવીર સોસાયટી, દિલીપભાઇ ભીખુભાઇ પરમાર, ઉ.૪૪, ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. જૂની નગરપાલીકા પાસે દ્વારકા, સતારભાઇ અલીભાઇ થૈમ ઉ.૩પ રહે. ઉદ્યોગનગર રામદેવપીર મંદિર પાસે મીઠાપુરને ઝડપી લીધા છે.

આ કાર્યવાહી પો. સ. ઇ. એસ. વી. ગળચર, બી. એમ. દેવમુરારી, એફ. બી. ગગનીયા એએસઆઇ સજુભા જાડેજા, વિપુલભાઇ ડાંગર, ધર્મેન્‍દ્રસિંહ ચુડાસમા, ભરતભાઇ ચાવડા, નરસીભાઇ સોનગરા, સુનીલભાઇ કામલીયા, એચ.સી. જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મસરીભાઇ આહીર, બોઘાભાઇ કેશરીયા, લાખાભાઇ પિંડારીયા, મહેન્‍દ્રસિંહ જાડેજા, પી.સી. ગોવિંદભાઇ કરમુર, અરજણભાઇ આંબલીયા, કેતનભાઇ બડલ, સચીનભાઇ નકુમ, વિશ્વદીપસિંહ જાડેજા જોડાયા હતાં. 

(2:57 pm IST)