Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

સાવરકુંડલાના જીરામાં નવી એસ.ટી. બસ સુવિધા શરૂ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૬ :  જીરા ગામે કોરોના પછી બે વર્ષથી એસ ટી બસ બંધ થઈ ગયેલ હોવાના કારણે જીરા ગામે હાલાકી ભોગવી. સરપંચ તથા તેમની ટીમ દ્વારા પત્ર લખી પૂર્વ કળષિ મંત્રી શ્રી વી.વી. વઘાસિયા  તથા એસ ટી સલાહકાર મધુભાઈ ગજેરા ને રજૂઆત કરી બસ ચાલુ કરાવામાં આવી.  બસ ન આવવાના કારણે ગામના ગામના દિકરા દિકરીઓનું શિક્ષણ બગડી રહ્યું હતું. સાવરકુંડલા તેમજ ઓળીયા ભણતા વિદ્યાર્થીઓ સવારે સમય સર પહોંચી શકતા નહોતા તેથી સરપંચે અવાર-નવાર ગામલોકોની રજૂઆત ને ધ્‍યાન માં લઇ ધારદાર રજૂઆત કરી તાત્‍કાલિક ધોરણે  બસ ચાલુ  કરાવી આપી. સમય સવારે ૬:૩૦ ઉપડશે તથા સાંજે ૭ વાગ્‍યે સાવરકુંડલા થી ઉપડશે. સરપંચ શ્રી દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડીયા તથા ઉપસરપંચ રમેશભાઇ રૈયાભાઈ શેખડા તથા સભ્‍યશ્રી દક્ષાબેન નીતિનભાઈ ઝાલાવાડીયા , ભાવેશભાઈ સાવલીયા ,ભીખુભાઈ દુધાત ,મહેશભાઈ દુધાત, રમેશભાઈ સાવલિયા સહિત ગામ લોકો સાથે મળી ઢોલ નગારા સાથે બસ નું સ્‍વાગત કર્યું હતું.

(1:40 pm IST)