Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ઓખાની પરિણીતાને ત્રાસ આપવા સબબ પતિ સહિત ચાર સાસરિયાઓ સામે ગુનો

જામ ખંભાળિયા, તા. ૬ : ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં હાલ રહેતી અને આદમભાઈ બંદરીની ૨૮ વર્ષીય પરિણીત પુત્રી રજીયાબેન રેહાનભાઈ બોલીમને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ રેહાન લતીફ બોલીમ, આયશા લતીફ બોલીમ, નજમાબેન તાલબભાઈ થૈયમ અને સલમાબેન સલીમભાઈ ચંગડા નામના ચાર સાસરિયાઓએ નાની-નાની વાતોમાં મેણા-ટોણા મારી, શારીરિક તથા માનસિક ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢીને ઢિકા-પાટુનો માર મારતાં આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસે રજીયાબેનની ફરિયાદ પરથી ચારેય સાસરીયાઓ સામે આઈ.પી.સી. કલમ ૪૯૮(એ), ૩૨૩, ૫૦૪ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

મીઠાપુર અને ભાણવડ પંથકમાં જુગાર રમતા ત્રણ મહિલાઓ સહિત દસ ઝડપાયા

મીઠાપુર તાબેના ભીમરાણા ગામેથી સ્થાનિક પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે રોનપોલીસ નામનો જુગાર રમી રહેલા સૂરજ ઉર્ફે લાલો પ્રકાશભાઈ સરપદડીયા, રાજેશ કમાભાઈ થારૃ, સવિતાબેન નરભેરામ સરપદડીયા, મણીબેન બચુભાઈ દુધરેજીયા અને જયાબેન જેરામભાઈ ચાવડા નામના છ વ્યકિતઓને ઝડપી લઇ, રૃપિયા ૫૨૮૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

અન્ય એક દરોડામાં ભાણવડ પોલીસે સેવક દેવળિયા ગામેથી સુલેમાન કાસમ ઘુઘા, સાજીદ ઓસમાણ નારેજા, ઈમરાન જુમા સમા અને આમદ ઉર્ફે ભમરો જુસબભાઈ હાલેપોત્રા નામના પાંચ શખ્સોને જુગાર રમતા રૃ. ૨,૦૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ખંભાળિયામાં જાહેરનામાનો ભંગ 

ખંભાળિયાના શારદા સિનેમા રોડ પર થી વોકસવેગન વેન્ટો મોટરકારમાં એક ધોકો રાખી, ગ્લાસમાં કાળા કાચ સાથે નીકળેલા ખંભાળિયામાં ગ્રીન પાર્ક ખાતે રહેતા રાજેશ રામદેભાઈ ખુટી (ઉ.વ. ૨૩) સામે પોલીસે આઈ.પી.સી. કલમ ૧૮૮ તથા જી.પી. એકટની કલમ ૧૩૫ મુજબ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત ખંભાળિયામાં ભારે વાહન અંગેના જાહેરનામાનો ભંગ કરવા સબબ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા કારા હમીરભાઈ કંડોરીયા (ઉ.વ. ૪૫) નામના શખ્સ સામે પોલીસે કલમ ૧૮૮ હેઠળ જરૃરી કાર્યવાહી કરી હતી.

રાવલમાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા કેશુ ભીમા સોલંકી નામના શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ લાયસન્સ વગર રૃપિયા દસ હજારની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળતા પોલીસે ઝડપી લઇ, તેની સામે જરૃરી કાર્યવાહી કરી હતી.

(2:59 pm IST)