Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

કામાખ્યા મંદિરે શ્રી યંત્ર સિદ્ધ કરવાથી ધન-ધાન્ય-સુખ શાંતિ-સંતતિ-સુમતિની પ્રાપ્તિ થાય

ૐ શ્રીં હ્રીં શ્રીં કમલાલયે પ્રસીદ પ્રસીદ : ૐ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મયે નમઃ

રાજકોટ : આ યુગમાં સારૃ ભવિષ્ય બનાવવા માટે માણસ દોડધામ કરે છે અને અમુક માણસો સખત મહેનત કરવા છતાં લક્ષ પામી શકતા નથી અને ઘણા પ્રયત્નો કરવા છતા યશ પામતા પ્રાપ્ત કરી શકતા નથી. કારણ તેમના  જન્મના ગ્રહો અને ભાગ્ય સાથ આપતા નથી તેમ છતાં આપણા શાસ્ત્રમાં શ્રી યંત્ર (લક્ષ્મી) ની ઉપાસનારૃપી ઉપાય આપેલ છે. તે ઉપાસના અનુષ્ઠાનથી લક્ષ સાધી શકાય છે.

શ્રી યંત્રનો ઉલ્લેખ, તંત્રરાજ, લલીતા સહસ્ત્રનામ, કામકલા વિલાસ, શ્રી પુરોપનિષદ, વિષ્ણુધર્મસૂત્ર, મત્સ્ય પુરાણ, ભવિષ્યપુરાણ, જૈનધર્ષ્મ અને પ્રાચીન ગ્રંથોમાં આપેલ છે. શ્રી યંત્ર સર્વાધિક લોકપ્રિય પ્રાચીન યંત્ર છે. શ્રી વિદ્યા એટલે ત્રિપુર સુન્દરી મહાલક્ષ્મીનું સ્વરૃપ છે. જે બે હદ શકિતશાળી શ્રી યંત્ર છે.

જે સર્વ વ્યાધિ વિનાશક - સર્વકષ્ટ નાશક હોવાના કારણે સર્વ સિદ્ધપ્રદ સર્વ સૌભાગ્ય આપવાવાળુ માનવામાં આવે છે. શ્રી યંત્રનો મતલબ એવો છે કે ધન આગમન માટે જરૃરી છે.

શ્રી યંત્ર અલૌકિક શકિતથી પરીપૂર્ણ  ગુપ્તશલતથી પ્રજનન કેન્દ્રબિંદુ માનવામાં આવે છે. શ્રી યંત્રને યંત્રરાજમાં યંત્ર શિરોમણીની ઉપમા મળી છે. તેથી શ્રી યંત્ર કલયુગમાં તેને કલ્પવૃક્ષ - કામધેનું સમાન છે. શ્રી યંત્રમાં મધ્યબિંદુ છે. બહાર ભુપુર ચારેબાજુ દ્વાર અને કુલ ૧૦ પ્રકારના અવયવ છે. બિંદુ ત્રિકોણ, અષ્ટકોણ, અંતર્દશા, વર્હીદશાર, ચતુરર્દશાર, અષ્ટદલકમલ ષોડષદલકમલ - ૩ વૃત - ભુપુર, ચાર અધોમુખત્રિકોણ છે અને ૯ ચક્રથી બને છે. આ શ્રી યંત્રમાં ૪૩ ત્રિકોણ, ૨૮ મર્મસ્થાન, ૨૪ સંધી બને છે.

તેમાંય ૯ મુખ્ય ચક્રની, ૯ મુખ્યદેવીનો વાસ છે. જેના નામ ત્રિપુરા, ત્રિપુરેશી, ત્રિપુર સુંદરી, ત્રિપુરવાસની, ત્રિપુરાણી, ત્રિપુરામાલીની, ત્રિપુર સિદ્ધા, ત્રિપુરાળા મહા ત્રિપુર સુંદરી, શ્રી યંત્રને માતા મહાલક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે. શ્રી યંત્રમાં ૨૮૧૬ દેવી દેવતાની સમૂહશકિતનો વાસ છે. તેવું યંત્રરાજ પ્રાચીન ગ્રંથમાં ઉલ્લેખ છે.

શ્રી યંત્ર (૧) ગજપૃષ્ઠ (૨) મેરૃપૃષ્ઠ (૩) કુર્મપૃષ્ઠ એમ ત્રણ પ્રકારના શ્રીયંત્ર હોય છે. જેમ કે સત્વગુણ, રજોગુણ, તમોગુણ એવી રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશય લોકોએ શ્રી યંત્રની ઉપાસના અનુષ્ઠાન કરવું અથવા કરાવવું.

જે લોકો જમીન - મકાન, બાંધકામ - કોમીડીટી અને સટ્ટાની ઓફીસ - ફેકટરી - લોખંડના કારખાનાવાળા મોજશોખની વસ્તુનો વેપાર કરવાવાળા અથવા હોટલ, ખાણીપીણીના રેસ્ટોરન્ટ વગેરેમાં વાસ્તુદોષ નેગીટીવીટી ઉર્જાથી પીડીત હોય અથવા જેના જન્માક્ષર (કુંડળી)માં થતા દુષિતયોગો જેમ કે ધન સ્થાનમાં, કર્મસ્થાનમાં, ભાગ્યસ્થાનમાં ભાગીદારી સ્થાનમાં દુરયોગો જેમ કે ચંડાલયોગ, ગ્રહણયોગ, અમાસયોગ, કાલસર્પયોગ, વિષયોગ, શ્રવીનયોગ, અંગારકયોગ આવા દુષીત યોગને લીધે ઉન્નતિ થતી ન હોય તેવા લોકોએ શ્રી યંત્ર સિદ્ધ કરીને પોતાની ઓફીસ દુકાન - મકાનમાં પધરાવવુ જોઈએ. શ્રી યંત્રની પ્રાણપ્રતિષ્ઠા - અનુષ્ઠાન જાણકાર ઉપાસક પાસે કરાવવી.

ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ

ૐ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મીયૈ નમઃ

શ્રી યંત્ર માટે વર્ષમાં આવતો સમય એટલે આદ્રા નક્ષત્રમાં સૂર્યપ્રવેશ ૨૨ જૂને કરે છે તે સમયે આસામમાં કામાખ્યા મંદિરે શ્રી કામ્યયોગમાં શ્રી યંત્ર સિદ્ધ કરવા માટે છેલ્લા ૧૪ વર્ષ શ્રી અવિરત શાસ્ત્રી વિજયભાઈ વ્યાસ (જસદણવાળા) આસામ કામાખ્યા મંદિરે જાય છે તો જે લોકોએ શ્રી યંત્ર (લક્ષ્મી) યંત્રની ઉપાસના - અનુષ્ઠાન કરવુ હોય અથવા કરાવવુ હોય તો શાસ્ત્રીજી (મો. ૯૪૨૬૨ ૮૯૦૩૫)નો સંપર્ક કરવો

(12:39 pm IST)