Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પાઘડી -સાફાનો શ્રૃંગાર

વાંકાનેર,તા. ૬: સુપ્રસિદ્ઘ યાત્રાધામ સાળંગપુરધામ મા આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે 'શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર' આયોજિત કોઠારી સ્વામી પૂજય શ્રી વિવેક સાગર સ્વામીજીના માર્ગદર્શન હેઠળ આજે શનિવાર ના રોજ 'દાદા' ને વિવિધ પ્રકારના 'પાઘ'  , 'પાઘડી' અને 'સાફા' ના વિશેષ આકર્ષક શણગાર કરવામાં આવેલ છે તેમજ દાદાના નિજ મંદિરને સૂભોશીત કરેલ છે , જેમાં આજે સવારે ૫:૩૦ વાગ્યે 'મંગળા આરતી' તેમજ સવારે ૭:૦૦ કલાકે 'વિશેષ શણગાર આરતી' જય જય કાર ના ઘોષથી કરવામાં આવેલ હતી. આરતીમાં ભાવિકો ભાવ વિભોર બનેલા હતા.

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી કી જયના નારાથી નિજ મંદિર ગુંજી ઉઠેલ હતું , આજે વિશેષમા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર , સાળંગપુર આયોજિત બોટાદમાં શ્રી હનુમાન ચાલીસાની 'કથા' ચાલતી હોય અને આજે સાંજે , રાત્રે વિશેષ કાર્યક્રમ હોય પુર્ણાહુતી હોય સાળંગપુરધામના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે વિશાળ સંખ્યામા ભાવિક ભકતજનો દૂર દૂરથી પહોંચી ગયા છે જે યાદી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરના કોઠારી સ્વામીજી શ્રી વિવેકસાગર સ્વામી મહારાજ તેમજ શ્રી ડી.કે.સ્વામીજી મહારાજશ્રીએ જણાવેલ છે.

(11:46 am IST)