Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ભાવનગરમાં ઘરમાં ઘુસી અજાણ્યો શખ્સ દોઢ લાખની માલમત્તાની ચોરી કરી નાસી છૂટયો

ભાવનગર તા. ૬ : ભાવનગરમાં બોરડીગેટ વિસ્તારમાં મહિલાના ઘરમાં ઘુસી અજાણ્યો શખ્સ રોકડ તથા ઘરેણા સહિત કુલ રૂ. ૧.૫૦ લાખની માલમત્તાની ચોરી કરી નાસી છૂટયા હતા.

મળતી વિગતો મુજબ શહેરના બોરડીગેટ વિસ્તારમાં આવેલી જવાહર સોસાયટીમાં રહેતી હંસાબેન ખીમજીભાઇ બાબરીયા પોતાના ઘરે કામકાજમાં વ્યસ્ત હતા ત્યારે મકાનનો દરવાજો ખુલ્લો હોય ઘરમાં એક અજાણ્યો શખ્સ ઘુસી આવ્યો હતો અને કબાટમાં રાખેલા સોનાના ઘરેણા તથા રોકડા રૂ. ૨૫ હજાર મળી કુલ રૂ. ૧,૪૧,૦૦૦ની માલમત્તાની ચોરી કરી નાસી છુટયો હતો.

આ અંગે હંસાબેન બાબરીયાએ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

પડી જતાં મોત

ઘોઘા રોડ ગૌશાળા નજીક રહેતા કોળી બાબુભાઇ ઠાકરશીભાઇ બાંભણીયા (ઉ.વ.૫૫) શહેરનાં આતાભાઇ ચોક નજીક પડી જતા ગંભીર ઇજા થતાં અત્રેની સર ટી. હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

(11:36 am IST)