Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

મોરબીમાં બે સ્થળે આગ લાગતા ફાયર ટીમે કાબુ મેળવ્યો, “શેરા” નું રેસ્ક્યુ કર્યું.

મોરબી શહેરના સરદાર બાગ તેમજ રવાપર ગામ પાસે આગના બે બનાવો બન્યા હતા જે બંને સ્થળે ફાયર ટીમે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો તો કોઈ જાનહાની કે નુકશાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી

મોરબીના સરદાર બાગ પાસે પેટ્રોલ પંપ પાસેની શેરીમાં કોમન પ્લોટમાં આગ લાગી હતી કચરાના ઢગલામાં આગ લાગતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો જયારે બીજા બનાવમાં રવાપર ગામ ઈડન ગાર્ડન પાસે બપોરના સુમારે ઘાસમાં આગ લાગી હતી જેથી ફાયર ટીમે સ્થળ પર દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો જે બંને આજ્ઞા બનાવમાં કોઈ જાનમાલનું નુકશાન થયું નથી સ્થળ પરથી ફાયર ટીમે શેરાનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે મુક્યો હતો.

 

(11:22 pm IST)