Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

મેટોડા જીઆઇડીસી વિસ્‍તારમાં ૧૪ ગરબી મંડળ ની ૪૦૦ બાળાઓને બે નંગ સોનાના દાણાની લાણી

 ખીરસરા : નવરાત્રી એટલે  માં જગદંબાની આરાધનાનું પર્વ આ દિવસોમાં ગામે ગામ લોકો દ્વારા શેરી ગરબા નું આયોજન કરવામાં આવે છે તેમજ દિકરીઓ દ્વારા  -ાચિન અર્વાચિન ગરબીઓમા સાંસ્‍કળતિક ગરબાઓ સાથે નોરતા ની ઉજવણી કરવામાં આવે છે તેવી રીતે મેટોડા જીઆઇડીસી ના અલગ અલગ રહેણાંક વિસ્‍તારોમા ૧૪ જેટલી ગરીબી યોજાઇ છે  આ તમામ ગરબી મંડળ ની બાળાઓ ને લોધીકા તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઈ કુગશીયા તેમજ મેટોડા ગ્રામપંચાયત ના  ઉપસરપંચ મંજુલાબેન દિલીપભાઈ કુગશીયા તરફથી ૪૦૦ દિકરીઓ ને લાણી સ્‍વરૂપે બે નંગ સોનાના દાણાની ભેટ આપવામાં આવેલ જેમાં ૮૦૦ નંગ સોનાના દાણાની લાણી સ્‍વરૂપે આપેલ છે  તેમના પરીવાર માંથી દિલીપભાઈ કુગશીયા ના પુત્ર જય કુગશીયા જીગર કુગશીયા  કિરણબેન કુગશીયા આશાબેન કુગશીયા ઉપસ્‍થિત રહેલ (અહેવાલ તસ્‍વીર : બી એમ ગોસાઈ ખીરસરા)

(11:35 am IST)