Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

ગોંડલના રીબડા પાસે કારખાનામાં ચડ્ડી બનીયાનધારી ટોળકી ત્રાટકી : ટીવી અને રોકડ રકમ ચોરી ગયા

રાજકોટ તા. ૫ : ગોંડલના રીબડા ગામ પાસે આવેલ કારખાનામાં ચડ્ડી બનીયાનધારી ટોળકી ત્રાટકી ટીવી અને રોકડ રકમ ચોરી કરી ગયા હતા.

મળતી વિગતો મુજબ ગોંડલના રીબડા ગામની સીમમાં આવેલ જ્યોતભૂમિ એન્જીનિયરીંગ નામના કારખાનામાં ગત તા. ૨૨-૯ના રાત્રીના સમયે પાંચ અજાણ્યા ચડ્ડી બનીયાન પહેરેલા અને મોઢે બુકાની બાંધેલા હિન્દીભાષી ઇસમોએ પ્રવેશી કારખાનાની ઓફિસનો લોકતોડી ઓફિસમાં રાખેલ સેમસંગ કંપનીનું ટીવી તથા ટેબલના ખાનાનો લોકતોડી તેમાં રાખેલ રોકડા રૂ. ૨૫૦૦૦ મળી કુલ ૩૫ હજારની મત્તા ચોરી કરી ગયા હતા.

આ અંગે કારખાનેદાર અમીતભાઇ ઝાલાવડીયા રે. રાજકોટએ ઉકત પાંચ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવતા ગોંડલ તાલુકા પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ તાલુકાના પી.એસ.આઇ. મહેન્દ્રસિંહ પરમાર ચલાવી રહ્યા છે.

(11:46 am IST)