Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

ગૌરવશાળી યુધ્ધ જહાજ 'વિરાટ' આન, બાન, શાન સાથે સમાધિસ્થ થશેઃ બટુકભાઇ

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર, તા.,પઃ દેશનું ગૌરવશાળી યુધ્ધજહાજ મુ઼બઇથી ટગ દ્વારા ટો કરીને ભાવનગરના અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ ખાતે પ્લોટ નં. ૯ પર હજુ થોડા દિવસ પહેલા જ લવાયું. આ શીપને હરરાજીમાં રૂ. ૩૮.પ૪ કરોડમાં ભાવનગરના શ્રી રામ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઇ પટેલે ખરીદ્યું.

ગઇ તા.ર૮-૯-ર૦ર૦ના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા રાજય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, સાંસદ વગેરેની ઉપસ્થિતિમાં આઇ.એન.એસ. વિરાટના બીચીંગની વિધિ કરાઇ.

શ્રી રામ ગ્રુપના ડાયરેકટર અને મુકેશભાઇ પટેલના પરીવારજન બટુકભાઇ પટેલ સાથે આ જહાજને મ્યુઝીયમ તરીકે કન્વર્ટ કરવા વિચારાઇ રહયું છે? તેના પ્રત્યુતરમાં બટુકભાઇએ જણાવ્યું હતું કે આ વાતમાં કોઇ તથ્ય નથી. કારણ કે એ વિચારણા ચારેક વર્ષ અગાઉ થયેલી એ માટેની ખાસ નિષ્ણાંતોની ત્રણ કમીટીઓ પણ રચાઇ હતી અને તેનો સ્પષ્ટ ફલોટ થઇ શકે તેટલું સુરક્ષીત નથી. તેને સંપુર્ણ માન-સામાન સાથે સમાધિસ્થ (બ્રેકીંગ) કરવું. ત્યાર બાદ ડીસીશન લેવાયુ અને તેના હરરાજીના ટેન્ડર બહાર પાડયા છે.

એટલે વિરાટ જહાજના બારામાં કોઇ લાગણીવશ થઇ ઇચ્છા વ્યકત  કરે કે લોકો માટે મ્યુઝીયમના રૂપે તેનો ઉપયોગ થવો જોઇએ. શ્રી રામ ગ્રુપ ઇન્ડસ્ટ્રીઝનો પટેલ પરીવારએ દેશભકિત અને રાષ્ટ્ર હિતની લાગણી ધરાવતો પરીવાર છે એટલે બટુકભાઇ પટેલે જણાવ્યું હતું કે ભવિષ્યમાં ભારત સરકાર દ્વારા જો કોઇ આ જહાજ બારામાં પ્રોપોઝલ આવશે તો અમે જરૂર દેશ અને લોકહીતમાં જોઇશું.

વિરાટ જહાજના બીચીંગ સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહીતના સૌએ આ જહાજને પુરા માન-સન્માન સાથે વિદાય કરેલ અને તેમણે પણ આ જહાજને માત્ર અંતિમ પ્રયાગ તરફ લઇ જવુ પડે છે અને તેનો બીજો કોઇ ઉપયોગ શકય નથી તેની છણાવટ કરી હતી.

(11:42 am IST)