Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પ્રસંગે જુનાગઢ કૃષિ યુનિ.માં ૪પ સભ્યોએ

'હમ ફીટ તો ભારત ફીટ' કાર્યક્રમ યોજયો

(વિનુ જોષી) જુનાગઢ તા.પઃ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરીઅને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ તથા ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત તા.૧ થી ૩ ઓકટોબર દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ. પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રભાઇ મોદીજીનાં સુત્ર હમ ફીટ તો ભારત ફીટનેસાકાર કરવામાં  સહભાગી થવા માટેકૃષિ ઇજનેરી અને ટેકનોલોજીકોલેજના વિભાગીય વડાશ્રીઓ, સહ પ્રાધ્યાપકશ્રીઓ, મદદનીશ પ્રાધ્યાપકશ્રીઓ, ફેકલ્ટી મેમ્બર્સ, ટેકનઇકલ અને વહીવટી કર્મચારીઓ એમ કુલ૪પ જેટલા સ્ટાફ મેમ્બરોએ ખુબજ ઉત્સાહપૂર્વક રનીંગ, જોગીંગ તથાવોકીંગ કરેલ.

આ પ્રસંગે મહાત્મા ગાંધીજી અને જનરલ નોલેજના વિષય પર યોજવામાં આવેલ ઓનલાઇન કવીઝમાં ૪૦ વિદ્યાર્થીઓ તેમજ આત્મનિર્ભર ભારતના વિષય પર યોજવામાં આવેલ વકતૃત્વ સ્પર્ધામાં ૧૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. આ વકતૃત્વ સ્પર્ધાના નિર્ણાયકો તરીકે પ્રો. સીમાબેન માંડવીયા, પ્રો. બંસીબેન દેવાણી, પ્રો. ગુણવંતસિંહ ગોહીલ તથા કવીઝના નિર્ણાયકો તરીકે ડો. પી. આર. ડાવરા, પ્રો. ડી. એસ. થાનકી તરીકે તેમની સેવાઓ આપેલ.

આ વિવિધ કાર્યક્રમો કૃષિ ઇજનેરીઅને ટેકનોલોજીમહાવિદ્યાલયના પ્રિન્સિપાલ અનેડિનશ્રી ડો.એન. કે. ગોંટીયા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કોલેજના વિદ્યાથી મંડળ અને રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુકત ઉપક્રમે યોજવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેરમેન જીમખાના ડો.એસ.પી.ચોલેરા અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર ડો. પી. પી. ગજજર, ફીઝીકલ ઇન્સ્ટ્રકટર દિનેશભાઇ ભુત તથા  ટીમ સભ્યો મિતેશ દવે, પ્રતિક પંડયા, વિપુલ ભટ વિગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

(11:29 am IST)