Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

પોરબંદર જિલ્લામાં કોરોનાના નવા ૮ કેસ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા., પઃ જિલ્લામાં કોરોના પોઝીટીવના નવા ૮ કેસ આવ્યા છે આ કેસ શહેરના વાઘેશ્વરી પ્લોટ, છાંયા, રાણાવાવ, ખાગેશ્રી, રતનપર, ગોપનાથ પ્લોટ, કડીયા પ્લોટ તથા નવા ફુવારા વિસ્તારમાંથી આવેલ છે.

ગઇકાલે કોરોના શંકાસ્પદ ૪૯પ કેસના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૮ કેસ કોરોના પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં સારવારમાં રહેલ કોરોનાના ૬ દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલ પોરબંદર હોસ્પીટલમાં કોરોનાના ર૪ દર્દીઓ સારવાર લઇ રહેલ છે. જયારે હોમ આઇસોલેશનમાં ૯ દર્દીઓ છે.

(11:09 am IST)