Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ગોંડલમાં યુવાન કોરોના પોઝીટીવઃ આરોગ્‍ય ટીમ દોડી ગઇ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૫: કોરોનાની ચોથી લહેર દસ્‍તક દઇ રહી હોય તેમ ગોંડલમા કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે.

શહેરના સ્‍ટેશન પ્‍લોટ શૈલકુંજ પાછળ ડો.અંબાણી હોસ્‍પિટલ સામે રહેતા પરીવાર મા જામનગરથી આવેલા યુવાન ને કોરોના પોઝીટીવ જાહેર થતા બ્‍લોક હેલ્‍થ ઓફિસર ડો.ગોયલ આરોગ્‍ય ટીમ સાથે દોડી ગયા હતા અને કોરોનાગ્રસ્‍ત યુવાનને હોમ આઇસોલેટ કરાયો હતો.વધુમા આસપાસના રહીશોના બ્‍લડ સેમ્‍પલ લઈ કાર્યવાહી હાથ ધરી હતી.ગોંડલમા કોરોના નો કેસ નોંધાતા લોકો ભયભીત બન્‍યા છે.

(10:43 am IST)