Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

વંથલી તાલુકાની મહિલા દ્વારા ગાય આધારત ખેતી

જૂનાગઢ તા.પ : આજની મહિલા  અનેક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે પછી બિઝનેસ હોય કે નોકરી પોતે અનેક સિધ્ધિ હાંસલ કરી રહી છે. હાલ ખેતી અને પશુપાલનમાં પણ મહિલા પોતાની કોઠા સૂઝથી ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરી વર્ષે હજારો નહિ પણ લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. જૂનાગઢ  જિલાના વંથલી તાલુકાના કોયલી ગામની મહિલા ભાવનાબેન ત્રાંબડીયા પોતાની ૧૦ વીદ્યા ખેતરની જમીનમાં ઓર્ગેનિક ખતારથી જ ખેતી કરી છે. તેઓ એક પણ રાસાયણિક દવાનો ઉપયોગ વિના તેમની જમીન પર ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે. હાલ તેના ખેતરના એક વીદ્યામાં શાકભાજી ઉગાડી અને તેને જૂનાગઢ લાવી વહેંચે છે. તેમને અન્યોને શાકભાજીના ભાવ મળે છે તેના કરતા બમણા ભાવ મળે છે.

આ મહિલા પોતાની રીતે જીવામૃત બનાવે છે અને તેને વેચે પણ છે. જીવામૃત પોતાની જમીનમાં નાખે છે જેને લઇ જમીનની ફળદ્રુપતામાં ખુબ વધારો થાય છે. દ્યન અને પ્રવાહી જીવામૃત ખેડૂતો અહીંથી લઇ જાય છે અને તેનો સારો ભાવ પણ આ મહિલાને મળે છે.

જુનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા ખેડૂતોને અનેક ખેતી લક્ષી તાલીમ અને કાર્યશાળા યોજવામાં આવે છે અને ખેતીને લગતી નવી ટેકનીક વિષે જાણકારી આપવામાં આવે છે. કોયલીની આ મહિલા પણ કૃષિ યુનિવર્સીટીની ગાઈડ લાઈન પ્રમાણે ઓર્ગેનિક ખેતી પાંચ વર્ષ પહેલા શરુ કરી હતી અને આજે તેને ખુબ સારું પરિણામ મળ્યું છે.

કોયલીના ખેડૂત, ભાવનાબેન ત્રાંબડીયાના જણાવ્યા પ્રમાણે, હાલ સમયમાં રાસાયણિક દવાનો ઉપયોગ બંધ થવો ઓછો કરવો તે જરૂરી બન્યો છે અને જો ખેતી બચાવવી હશે તો ઓર્ગેનિક ખેતી એક જ ઉપાય છે.

આ મહિલા પાસે હાલ ૩૭ ગયો છે અને તેના દૂધનું વેચાણ કરી પણ આવક મેળવે છે સાથે ગૌમૂત્ર તેના છાણની વિવિધ પ્રોડકટ બનાવી પોતે રોજગારી મેળવી અન્ય મહિલાઓને પ્રોત્સાહિત કરી રહી છે.

(1:24 pm IST)