Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

૬ વર્ષથી રાજકોટ જેલના ખુનના ગુન્‍હામાં ફરાર આરોપીને મહારાષ્ટ્રના ભૂસાવડથી પકડી પાડતી જૂનાગઢ પેરોલ ફર્લો સ્‍કોડઃ

 જુનાગઢઃ પેરોલ ફર્લો સ્‍કોડના પો.સબ. ઈન્‍સ વી.કે. ઉંજીયા તથા એ.એસ.આઇ.પ્રદીપભાઈ ગોહેલ  તથા પો. હેડ કોન્‍સ્‍ટેબલ સંજયભાઇ વઘેરા પો.કોન્‍સ દીનેશભાઇ છૈયા તથા પો.કોન્‍સ સંજયભાઇ ખોડભાયાએ  જૂનાગઢ સીટી વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા ત્‍યારે હકિક્‍ત મળેલ કે જૂનાગઢ  એ.. ડિવિઝન.પોસ્‍ટે.ગુ.ર.ન ફસ્‍ટ ૩૫ /૦૪ ઇ.પી.કો. કલમ ૩૦૨  વી.મુજબ  ના ખૂન ના ગુન્‍હા માં સંડોવાયેલ  પાકા કામના નો આરોપી જીવા કાસમ પીપર વાડિયા  પીંજારા  ઉ વ.૩૯ રે જૂનાગઢ દોલતપરા વાળો ઉકત ગુન્‍હા ના કામે રાજકોટ મધ્‍યસ્‍થ જિલ્લા જેલ માં પાકા કામ ના આરોપી તરીકે સજા ભોગવતો હોય જે આરોપી ગઇ તા.૮/૧૦/૧૬ ના રોજ દિન ૧૦ ની પેરોલ રજા મંજૂર કરાવી રાજકોટ જિલ્લા જેલ માંથી છૂટેલ હતો મુદત હરોળ ફરાર થઇ ગયો હતો જે અંગે હકિક્‍ત મળેલ કે આ કામ નો આરોપી મહારાષ્ટ્ર રાજય માં આવેલ ભુસાવડ ખાતે જતો રહેલ છે અને ત્‍યાં પોતાનું નામ બદલી ને રહે છે  તેવી હકીકત મળતા મહારાષ્ટ્ર જઇ ભૂસાવડ પોલીસ ને સાથે રાખી વોચ તપાસ માં રહેતા મજકુર આરોપી ભૂસાવડ મા આવેલ ઇદગાહ વિસ્‍તાર માં રહે છે જેથી ત્‍યાં સ્‍થાનિક પોલીસ સાથે જઇ વોચ તપાસ મા રહેતા મજકુર આરોપી મળી આવતા હસ્‍તગત કરી ગુજરાત લાવી રાજકોટ  જીલ્લા જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.

(1:58 pm IST)