Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

પૂ.ભાઇજીની કથા શ્રવણનો લાભ લેતા ગાયત્રીબા વાઘેલા અને ભકતો

જામનગરઃ ભાગ્‍ય લક્ષ્મી એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને ગુજરાત સરકાર ના પુર્વ મંત્રીશ્રી ક્ષત્રિય સમાજ ના આગેવાન ભાઈ શ્રી હકુભા(ધર્મેન્‍દ્રસિંહજી) જાડેજા પરીવાર જામનગર દ્વારા આયોજીત ભાગવત સપ્તાહ ના કાર્યક્રમ મા આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના ઉપપ્રમુખ ગાયત્રીબા વાદ્યેલા તથા જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજા જામનગર મ્‍યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષ ના નેતા આનંદભાઈ પરમાર શહેર મહીલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા સહીત ના અગ્રણીઓ ઉપસ્‍થિત રહી ભાગવત કથા શ્રવણ નો લાભ લીધો હતો. આ તકે વ્‍યાસ પિઠ ઉપર થી પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાદ્યેલા અને સમગ્ર ટિમ ને પુજય ભાઈજી શ્રી રમેશભાઈ ઓઝાજી એ આશીર્વાદ સાથે સ્‍મૃતિ ચિહ્ન આપી સન્‍માનિત કર્યા હતા.  આ તકે જાડેજા પરીવાર સાથે ભાગવત ભગવાન ની આરતી નો લાભ પણ લીધો હતો.

(1:40 pm IST)