Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

પતિ સાથેના ઝઘડા બાદ મહિલા આત્‍મહત્‍યા કરે તે પહેલા કેશોદ ૧૮૧ની ટીમ મદદે પહોંચી

માતાનું બાળકી સાથે મિલન કરાવી જૂનાગઢ સખી વન સ્‍ટોપ સેન્‍ટરમાં આશ્રય આપ્‍યો

જૂનાગઢ તા.૫:  કેશોદ ૧૮૧ અભયમ ટીમને કોલ મળતાની સાથે જ ટીમ સાથે સ્‍થળ પર પહોંચી જઈને મહિલાને આશ્વાસન આપી સમસ્‍યા જાણતા મહિલાએ જણાવ્‍યુ કે,મારા પતિને બીજીસ્ત્રી સાથેના આડા સંબધની મને શંકા જતા મે તેમના મોબાઈલના રેકોડીઁગ ચેક કરતા તેમાંથી પ્રુફ મળી આવેલ હતા.આથી મે મારા પતિને તે બાબતે ચર્ચા કરીને સમજાવતી હતી. તો મારા પતિએ મને અપશબ્‍દ બોલવા લાગ્‍યાને માર મારીને ધમકી આપી કે મારે તુ નથી જોતી બીજીસ્ત્રીને મારા દ્યરમા બેસાડવી છે, તુ અહીંયાથી નીકળી જાજે. તેથી હું કંટાળીને આત્‍મહત્‍યા કરવાનો વિચાર કરીને આત્‍મહત્‍યા કરવા માટે પંખા પર ચુંદડી બાંધતી હતી અને જીંદગીનો અંત લાવવા વિચારતી હતી. ત્‍યારે મારા પતિ બાળકીને લઈ દ્યરની બહાર નીકળી ગયા હતા.

 મહિલાએ વધુમાં જણાવ્‍યુ કે,ᅠમે લવ મેરેજ કરેલા હોવાથી મારા પિયર પક્ષ કે કોઈ મારી સાથે બોલતા ન હોવાથી હુ આજે એકલી પડી ગયેલ છુ. તેથી મે સ્‍યુસાઇડ કરવાનો વિચાર કર્યો હતો. અભયમ ટીમ મહિલાને આત્‍મહત્‍યાના વિચારમાંથી મુકત કરીને નવી જીંદગી જીવવા માટે માર્ગદર્શન આપ્‍યુ હતું. તેમની બાળકીના ભવિષ્‍ય વિશે સમજાવી હતી. સ્‍થળ પર મહિલાના પતિ હાજર ન હતા. તેમની બાળકી તેમના દેરાણીના દ્યરે હોવાથી મહિલાને તેમની બાળકી અપાવેલ મહિલાના પતિને ફોન કરેલ પરંતુ ઉપાડતા ન હતા. તેથી મહિલાએ જણાવ્‍યુ હાલ હુ અહિંયા રહેવા માંગતી નથી. તેથી મહિલાને સખી વન સ્‍ટોપ વિશે માહિતી આપી આશ્રય અને લાંબા ગાળાના કાઉન્‍સિલિંગ માટે જૂનાગઢ ખાતેᅠOSC સેન્‍ટર પર લઈ જવામાં આવ્‍યા છે.

(1:10 pm IST)