Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

પોરબંદર : વિખુટા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન

પヘમિ બ઼ગાળ રાજયના ખડપુર જિલ્લામાંથી બાળક રેલવે પોલીસ દ્વારા બાળ કલ્‍યાણ સમિતિના આદેશ અન્‍વયે ચિલ્‍ડ્રન હોમ ફોર બોયઝ પોરબંદર આવેલ. બાળકને સંસ્‍થાગત કરેલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.કે.મોરી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી હરદાસભાઇ કરગટીયા, બાળ કલ્‍યાણ સમિતિ અને ચિલ્‍ડ્રન હોમ ફોર બોયઝ અધિક્ષક કમલેશ જી.બામણીયા કાઉન્‍સેલ રામભાઇ ગોઢાણીયા અને સ્‍ટાફના સંયુકત પ્રયાસો બદલ બાળકનું માતા સાથે મિલન કરાવેલ હતુ. બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ જેમાં બાળ કલ્‍યાણ સમિતિના ચેરમેન અતુલભાઇ બાપોદરા, લાખણશીભાઇ પી.ઓડેદરા, પ્રતાપભાઇ પી.કેશવાલા, કીર્તીબેન પુરોહીત, ડો.ચેતનાબેન તિવારીની ઉપસ્‍થિતિમાં બાળકની માતાને સોપણી કરાય હતી તે તસ્‍વીર.

(11:53 am IST)