Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

સાવરકુંડલા તાલુકા ભાજપના વિજેતા સભ્યોનું સન્માન :

સાવરકુંડલા : અમરેલી જીલ્લા પંચાયતમાં સાવરકુંડલા તાલુકાની ચારેય બેઠકો માં ભાજ૫ના સભ્યો પુનાભાઇ મગનભાઇ ગજેરા, શરદભાઇ નાનાલાલ ગૌદાની, શારદાબેન લાલજીભાઇ મોર, (૪) શ્રીમતી હેમાક્ષીબેન રાણાભાઇ રાદડીયા નો ભવ્ય વિજય થતા સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડની સામાન્યસભામાં ચારેય સભ્યોનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમાં એ.પી.એમ.સી. ના ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણી, વા.ચેરમેન મનજીભાઇ તળાવીયા, તેમજ બોર્ડ ડીરેકટરે જસુભાઇ ખુમાણ, દુલર્ભજીભાઇ કોઠીયા, હીમતભાઇ ગુર્જર, અતુલભાઇ રાદડીયા ,દેવાતભાઇ બલદાણીયા, અશ્વીનભાઇ માલાણી, ઘનશ્યામભાઇ કસવાળા, ભીખાલાલ આકોલીયા, તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ રાઘવભાઇ સાવલીયા, યાર્ડના સેક્રેટરી આર.વી.રાદડીયા, આસી.સેક્રેટરી મુકેશભાઇ ત્રિવેદી તથા સ્ટાફ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું.( તસ્વીર -અહેવાલ : ઇકબાલ ગોરી -સાવરકુંડલા)

(1:06 pm IST)
  • હાર્દિકને ગુજરાત બહાર જવાની છુટ : કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની અરજી ઉપર હાઈકોર્ટે તેને ગુજરાત રાજય બહાર જવાની મંજુરી આપી છેઃ રાજકીય કામકાજ અંગે રાજયની બહાર જવાની પરવાનગી આપવામાં આવી હતી access_time 4:40 pm IST

  • બંગાળની બેટીએ સ્વીકાર્યો પડકાર , હવે ભાજપનો વારો: તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મમતા સરકારમાં પંચાયત રાજ પ્રધાન સુબ્રતો મુખરજીએ કહ્યું પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન, ટીએમસી નેતા મમતા બેનર્જીએ ભાજપના પડકારને સ્વીકારી 11 માર્ચે નંદીગ્રામથી ચૂંટણી લડશે હવે ભાજપનો વારો છે. બરાબર જ્યારે તે મેદાનમાં આવે : મંત્રીએ કહ્યં કે બંગાળમાં ખોટા ખબરો અને ખોટા તથ્યોની રાજનીતિ નહીં ચાલે access_time 12:22 am IST

  • બે વર્ષમાં ગુજરાતમાં ૩૧૩ સિંહના મોત નિપજ્યા ગાંધીનગર આજે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમય દરમિયાન રાજ્ય સરકારે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ૩૧૩ જેટલા એશિયાટીક સિંહના મૃત્યુ થયા છે. access_time 1:00 pm IST