Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મોરબીમાં એકમાત્ર દર્દી સ્વસ્થ થતા ડીસ્ચાર્જ :જીલ્લો હાલ કોરોનામુક્ત.

મોરબી જીલ્લામાં દિવાળી બાદ કોરોનાના નવા કેસો નોંધાયા હતા જે પૈકી એક દર્દી સારવારમાં હોય જેને આજે ડીસ્ચાર્જ કરતા મોરબી જીલ્લો હાલ પુરતો કોરોના મુક્ત બન્યો છે
મોરબી તાલુકાના એક દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવત સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા જે દર્દી આજે સંપૂર્ણ સ્વસ્થ થયા હોય જેથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને મોરબી જીલ્લામાં હાલ એકપણ એક્ટીવ કેસ જોવા મળતો નથી મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૬૧૬૫ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુક્યા છે.

(11:35 pm IST)