Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

અંતે, વાવાઝોડુ 'જવાદ' બન્યુ ખરૂ !

દર્શાવાયેલ ટ્રેક મુજબ જો આ ચક્રાવાત પુર્ણ લેન્ડફોલ ન થઇ તટીય વિસ્તારોને સ્પર્શતુ આગળ ધપશે તો વેરી સીરીયસ સાયકલોનની ઘાતક કેટેગરીએ પણ પહોંચી શકે છે

(મહમદભાઇ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૪: ઓલસાલની ચોમાસુ સીઝન વેધર એનાલીસીસ્ટોની ધારણાઓથી વિપરીત તથા આશ્ચર્યો ઉદભવતી સાબીત થઇ છે.

ધારણા કરાયેલી એથી ઘણા વધુ ટકા વરસાદ વરસ્યો માવઠાઓનું પ્રમાણ પણ અધિક જોવા મળ્યું અને શિયાળાના ધોરી માસ ડીસેમ્બરમાં પણ માવઠાઓનું અવતરણ આશ્ચર્ય ઉપજાવે છે.

ત્રણેક માસ પુર્વે બંગાળની ખાડીથી ઉદભવેલ 'ગુલાબ' વાવાઝોડુ દક્ષિણ ભારતને પસાર કરી અરબ સાગરમાં પ્રવેશી ફરી વાવાઝોડુ બનીને 'શાહીન' નામથી તરખાટ મચાવતુ ઓમાન તરફ શમી ગયેલુ ત્યારે એક જ સિસ્ટમથી બે વાવાઝોડાઓના અવતરણથી આશ્ચર્ય થયું હતું.

એ સમયગાળામાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં સતત ઉદભવેલી સીસ્ટમોથી ફરી નવુ વાવાઝોડુ આકાર લેશે? એ સંભાવનાઓ સાથે આ વાવાઝોડાનું નામ 'જવાદ' ખુબ ચર્ચામય બનેલું પણ દરેક સીસ્ટમો વેલમાર્ક પછી ડીપ્રેશન અને ડીપ ડીપ્રેશનની કેટેગરી સુધી જ પહોંચી શકેલી જેથી 'જવાદ' નામ ચર્ચામાં જ રહેલું. અંતે હવે લાંબા સમય પછી બંગાળની ખાડીમાં 'જવાદ' વાવાઝોડુ બન્યુ ખરૂ.

અરબ સાગરની સીસ્ટમથી રાજયમાં માવઠાનું સ્વરૂપ જોવા મળે એને 'જવાદ'વાવાઝોડુ થશે તે અંગે વર્તમાનપત્રોમાં સૌ પ્રથમ અહેવાલ અકિલામાં તા.ર૭-૧૧ના અંકમાં પ્રસિધ્ધ થયેલો.

'જવાદ' વાવાઝોડુ બહુ ખતરનાક નથી પરંતુ વેધર મોડેલમાં તેનો જે ટ્રેક દર્શાવાઇ રહયો છે તે મુજબ જો આ ચક્રાવાત તટીય વિસ્તારોને સ્પર્શી આગળ ધપશે તો વેરી સીરીયસ સાયકલોન કેટેગરીએ ઘાતક બની શકે છે. આંધ્ર ઓડીશા બંગાળને ધમરોળી 'જવાદ' બાંગ્લાદેશમાં પણ ખાનાખરાબી સર્જી શકે છે. ગુજરાતમાં તેની અસર નહીવત રહે તેવી સંભાવના છે.

(11:25 am IST)