Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ખેડૂતહિતના ત્રણ મહત્‍વના સુધારાઓ રાજ્‍ય સરકાર દ્વારા કરવામાં આવતા સરકારનો આભાર માનતા બાવકુ ઊંધાડ

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા. ૪ : સમગ્ર રાજ્‍યના વિવિધ વિસ્‍તાર ના પ્રવાસ દરમ્‍યાન પૂર્વ કેબિનેટ મંત્રી અને ખેડૂતનેતા એવા બાવકુ ઊંધાડને ગ્રામીણ પ્રવાસો માં સરકાર ની વિવિધ સિસ્‍ટમમાં ખેડૂતોને પડતી મુશ્‍કેલીઓ બાબતે રજુવાત કરવામાં આવી હતી. આવી મહત્‍વની ત્રણ રજુવાતો પર પૂર્વ મંત્રી દ્વારા લેખિત અને મૌખિક રીતે સરકારનુ ધ્‍યાન દોરવામાં આવતા સરકાર દ્વારા આ રજુવાતોને ધ્‍યાને લઈને મહત્‍વના ત્રણ સુધારાઓ કર્યા છે. જેમા (૧) ખેડૂતોને પેઢીનામા કરવા માટે પડતી મુશ્‍કેલીઓ અને નાણાકીય ખર્ચમાંથી મુક્‍તિ હવે સેલ્‍ફ ડેક્‍લેરેશન ના આધારે તલાટી જ પેઢીનામું કરી આપશે. (૨)જમીનની વહેંચણી માટે જમીન માપણી કરાવવામાંથી અપાઈ મુક્‍તિ (૩)ખેડૂતોને ખાતા જુદા કરાવવા માટે વારસદારના મળત્‍યુના કિસ્‍સામાં સ્‍ટેમ્‍પ ડ્‍યુટી માંથી આપવામાં આવી મુક્‍તિ. આ ત્રણ મહત્‍વના સુધારા સરકાર દ્વારા મહેસુલ વિભાગ માં કરવામાં આવતા લાખો ખેડૂતોને પડતી મુશ્‍કેલીઓ માં મોટી રાહત મળશે ત્‍યારે પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ દ્વારા કરવામાં આવેલી રજુવાતો સરકાર દ્વારા ધ્‍યાનમાં લેવામાં આવતા અને ખેડૂત હિતમાં નિર્ણય કરતા પૂર્વ મંત્રી દ્વારા રાજ્‍ય સરકારનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. સાથે ખેડૂતો એ પણ આભાર માની ખુશી વ્‍યક્‍ત કરી હતી.

(1:52 pm IST)