Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ધ્રોલમાં જિલ્લા કક્ષાનો રાષ્‍ટ્રિય બાળ વિજ્ઞાન પરીષદ : કાર્યક્રમમાં ૪૬૬ પ્રોજેકટ રજૂ કરાયા

ધ્રોલ તા. ૪ : NCSTC-ન્‍યુ દિલ્‍હી અને ગુજકોસ્‍ટ-ગાંધીનગરના સહયોગથી  એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્‍દ્ર-ધ્રોલ તથા ડીઈઑ કચેરો, ડીપીઈઑ કચેરી અને ન.પ્રા.શી.સ જામનગરના સયુંકત ઉપક્રમે જામનગર જિલ્લાની પ્રાથમિક અને માધ્‍યમિક-ઉચ્‍ચમાધ્‍યમિક શાળાના બાળકો માટે જિલ્લાકક્ષાનો રાષ્‍ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ - ૨૦૨૨ અંતર્ગત મુખ્‍ય થીમ આરોગ્‍ય અને સુખાકારી માટે ઈકો સિસ્‍ટમની સમજણ  થીમ પર જિલ્લાક્‍ક્ષનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમનું ઉદઘાટન એમ.ડી.મહેતા એજયુકેશન ટ્રસ્‍ટ-ધ્રોલના ચેરમેન ધર્મેશભાઈ મહેતા,  એમ.ડી. મહેતા મહિલા મંડળ-ધ્રોલના -મુખશ્રી સેજલબેન મહેતા, સંસ્‍થાના સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરીયા તેમજ કાર્યક્રમના નિર્ણાયકો દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોએ મુખ્‍ય થીમ અંતર્ગત પાંચ સબથીમો માંથી  ૮૨૩ જેટલા પ્રોજેકટ ઓનલાઈન રજીસ્‍ટ્રેશન થયેલ જેમાંથી ૪૬૬ જેટલા પ્રોજેકટ જિલ્લાક્‍ક્ષાએ રજૂ થયેલ.

આ કાર્યક્રમમાં ૪૬૬ જેટલા પ્રોજેકટનું મુલ્‍યાંકન કરવા માટે ડી.કે.વી સાયન્‍સ કોલેજ-જામનગરના ડો.સુધીરભાઈ જોશી, ડો. કે.એન. જાની, ડો.ઘનશ્‍યામભાઈ જાદવ, શ્રી ફોરમ પટેલ, ડો.જીજ્ઞેશ પંડ્‍યા, ડો.અંકુરભાઈ કણસરા, એસ.બી. ગાર્ડિ બી.એડ. કોલેજ ધ્રોલના ડો.મુકેશભાઈ ટંડેલ, એસ.ડી.મહેતા મહિલા કોલજના હિનાબેન ખીમાણીયા તેમજ મારવાડી યુનિવર્સિટી-રાજકોટના ડો. જયંતિભાઈ મકાસણા, આત્‍મીય યુનિવર્સિટી-રાજકોટના ડો.મેહુલભાઈ સાવલિયા હાજર રહેલ.

જામનગર જિલ્લામાંથી શ્રેષ્ઠ ૧૦ પ્રોજેકટને રાજ્‍યક્‍ક્ષાની સ્‍પર્ધા માટે પસંદ કરવામાં આવ્‍યા. આ ૧૦ શ્રેષ્ઠ -ોજેકટમાં થીમ ૧ માં શ્રી આર. એમ. ટીલવા-સિદસરનો ૧ પ્રોજેકટ અને શ્રી વિઝન પ્રા. શાળાનો ૧ પ્રોજેકટ, થીમ ૨ માં શ્રી સરસ્‍વતી વિદ્યા મંદિર ઇંગ્‍લિશ સ્‍કૂલનો ૧ પ્રોજેકટ અને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી રીલાયન્‍સ ફાઉન્‍ડેશન સ્‍કૂલનો ૧ પ્રોજેકટ, થીમ ૩ માં શ્રી જી. એમ. પટેલ ગર્લ્‍સ સ્‍કૂલનો ૧ પ્રોજેકટ અને શ્રી સરસ્‍વતી વિદ્યા મંદિર ઇંગ્‍લિશ સ્‍કૂલનો ૧ પ્રોજેકટ, થીમ ૪ માં શ્રી જી. એમ. પટેલ ગર્લ્‍સ સ્‍કૂલનો ૧ પ્રોજેકટ અને શ્રી સણોસરા પ્રાથમિક શાળાનો ૧ પ્રોજેકટ, થીમ ૫ માં શ્રી કે. એમ. મહેતા પ્રાથમિક શાળાનો ૧ પ્રોજકેટ અને શ્રીમતી ડી.એચ.કે. મુંગરા ગર્લ્‍સ સ્‍કૂલનો ૧ પ્રોજેકટ પસંદ થયેલ. ભાગ લેનાર તમામને સર્ટીફિકેટ આપવામાં આવેલ અને વિજેતાઑને શિલ્‍ડ અર્પણ કરેલ. સાથે સાથે તમામ થીમોમાં ભાગ લેનાર શાળાને સક્રિય શાળા એવોર્ડ અને તમામ થીમમાં શ્રેષ્ઠ કાર્ય કરનાર શિક્ષકને સક્રિય શિક્ષક એવોર્ડ આપવામાં આવેલ. જામનગર જિલ્લા એકેડેમીક કો-ઓર્ડિનેટર ડો.સુધીરભાઈ જોશી અને કો-ઓર્ડિનેટર ડો.સંજય પંડ્‍યાએ તમામ બાળકોને રાજયક્‍ક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરવા અભિનંદન-સુચનો પાઠવેલ.

(1:35 pm IST)