Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

જૂનાગઢમાં અક્ષર એવન્‍યુ રેસીડેન્‍સીમાં નવરાત્રીની અનોખી ઉજવણી

 જૂનાગઢ : નવરાત્રી પર્વમાં વોર્ડ નં. ૧૩માં મધુબમ વિસ્‍તારમાં આવેલ અક્ષર એવન્‍યુ રેસીડેન્‍સી ખાતે ભાવિકભાઇ જોલાપરાના નેતૃત્ત્વમાં ‘મા ગરબી'નું છેલ્લા બે વર્ષથી આયોજન થઇ રહયું છે. આ સોસાયટીની ૧૦૦થી વધુ બાળાઓ ગરબે ઘુમે છે.અને સોસાયટીના રહેશો તથા દાતાઓના સહયોગથી લ્‍હાણીનું વિતરણ કરવામાં આવે છે. વોર્ડ નં. ૧૩માં યુવા ભાજપના પ્રમુખ તરીકે કાર્યરત ભાવિકભાઇ જોલાપરા, હાર્દિકભાઇ ભૂત તથા કલ્‍પેશભાઇ ટાંક સહિત ૧૬ સદસ્‍યોની ટીમ જહેમત ઉઠાવે છે. ચોથા નોરતે ખાખી મઢી આશ્રમ મેંદરડાના મહંત સુદરામદાસબાપુ આર્શીવચન આપવા આવ્‍યા ત્‍યારે ગરબીના આયોજકોએ તેમની સમક્ષ તમાકુનું વ્‍યસન છોડવા શપથ લઇ નવો રાહ ચિંધ્‍યો હતો. ભરાડ સ્‍કૂલના નિયામક હર્ષાબેન ભરાડ, ડો. પિયુષભાઇ ટાંકે વકતવ્‍ય આપ્‍યું હતું.આ પ્રસંગે શ્રી કલારંગ નાટય મંદિરના કલાકારોએ દીકરી વ્‍હાલનો દરીયો અને સ્‍વચ્‍છતા ત્‍યાં પ્રભુતાની થીમ પર પોતાની નાટયકલા રજૂ કરી હતી.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(11:50 am IST)