Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

જુદા-જુદા બે ચેક રિટર્ન કેસમાં ધોરાજી કોર્ટ દ્વારા આરોપીને એક-એક વર્ષની સજા

રૂા. ૧૯ લાખનું વળતર ચુકવવા પણ કોર્ટનો આદેશ

ધોરાજી,તા. ૪ : બે ચેક રિટર્ન કેસમાં એક-અકે વર્ષની સજા અને રૂા. ૧૯,૦૦,૦૦૦ નો દંડ ધોરાજીની કોર્ટે આરોપીને ફટકાર્યો હતો.
ધોરાજીના રહીશ અને જૂનાગઢ મુકામે માર્કેટીંગ યાર્ડમાં કૈલાશ ટ્રેડીંગના નામથી ખેતપેદાશને લગતો જનરલ મર્ચન્‍ટ કમિશન એજન્‍ટ તરીકેનો વેપાર કરતા પ્રફુલભાઇ મગનભાઇ પાડલીયાએ ધોરાજી તાલુકાના પાટણવાવ મુકામે રહેતા તેમજ જમીન લે-વેચનો ધંધો કરતા ભુરાભાઇ કાળાભાઇ હિંગોરજાને ધંધામાં નાણાકીય જરૂરીયાત ઉભી થતા મિત્રતાના નાતે રકમ રૂા. ૧૯,૦૦,૦૦૦ હાથ ઉછીના આપેલા જે રકમની ચુકવણી પેટે રકમ રૂા. ૯,૫૦,૦૦૦ ચેક જેના ચેક તથા રકમ રૂા. ૯,૫૦,૦૦૦ ચેક જેના ચેક એમ બંને ચેકો મળી કુલ રકમ રૂા. ૧૯,૦૦,૦૦૦ બંને ચેકો સહી કરી લખી આપેલા.
આ ચેકો બેંકમાં જમા કરાવતા ચેકો અપુરતા ભંડોળમાં કારણે રિટર્ન થતા ફરીયાદીને તેની લેણી રકમ ચુકતે વસુલ ન મળતા ધી નેગોશિયેબલ ઇન્‍સ્‍ટુમેન્‍ટ એકટ કલમ -૧૩૮ મુજબ નોટીસ આપવા છતા આરોપીએ ફરીયાદીને રકમ ન ચુકવતા આરોપી સામે ધોરાજી કોર્ટમાં ધારાશાષાી  પાર્થ બી. ઠેસીયા મારફત બંને ચેકોની અલગ અલગ ફરીયાદ દાખલ કરેલ.
આ ફરીયાદ ચાલી જતા ફરીયાદી તરફે વકીલ દ્વારા ઉચ્‍ચ અદાલતોના સિધ્‍ધાંતો ટાંકી ધારદાર દલીલો કરેલ જેની સાથે સહમત થઇ ધોરાજીના એડિશનલ ચીફ.જયુડી મેજી. સ્‍ટેટ પી.જે.ચૌધરી, દ્વારા આરોપીને ધી નેગોશિયેબલ ઇન્‍સ્‍ટુમેન્‍ટ એકટ કલમ ૧૩૮ મુજબ ગુન્‍હામાં તકસીરવાન ઠરાવી આરોપીને બંને કેસોમાં એક-એક વર્ષની સજા તથા બંને કેસમાં ચેક મુજબની રકમ વળતર પેટે ચુકવવા તથા વળતરની રકમ ન ચુકવે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ફરીયાદ પક્ષે ધોરાજીના ધારાશાષાી પાર્થ બી.ઠેસીયા તથા સ્‍વાતી  આર. રાણપરીયા રોકાયેલ હતા.

 

(10:59 am IST)