Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

મોરબી: કારખાના ગેટ પાસે પતાં ટીચતાં ૫ જુગારી ઝડપાયા

મોરબીમાં લીલાપર ગામે કારખાના ગેટ પાસે પતાં ટીચતાં ૫ જુગારીઓને મોરબી તાલુકા પોલીસે ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર લીલાપર ગામે મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. જ્યાં લીલાપર સિરામીક કારખાનાના ગેટની બાજુમાં આવેલ જગ્યા પાસે આરોપી રાજેશભાઇ ઠાકરશીભાઇ આત્રેસા, રાજેશભાઇ વેરસીભાઇ આત્રેસા, સંજયભાઇ જગજીવનભાઇ પરેચા, ગોપાલભાઇ કાનાભાઇ વાધેલા અને ગૌતમભાઇ બાબુભાઇ સાગઠીયા જાહેરમા ગંજીપત્તા ના પાના તથા પૈસા વડે હારજીતનો તીનપતી નો જુગાર રમતા ઝડપાયા હતા.
જેથી પોલીસે જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો દાખલ કરી ગંજીપતાના પાના નંગ-૫૨ તથા કુલ રોકડ રૂપીયા-૧૦૭૨૦ /- ના મુદામાલ સાથે પાંચેયની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:13 am IST)