Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

મોરબીના રાજપર ગામે માજી સૈનિક પરિવારોનું સંમેલન, વેપન મેળો અને બેન્ડ ડિસ્પ્લે યોજાશે.

મોરબી જીલ્લામાં વસતા તમામ માજી સૈનિકો માટે આગામી રવિવારના રોજ સંમેલન યોજાશે જેમાં વેપન મેળો અને બેન્ડ ડિસ્પ્લે રાખવામાં આવ્યું છે જેનો માજી સૈનિક પરિવારોએ લાભ લેવા જણાવ્યું છે
મોરબી જીલ્લા માજી સૈનિક મંડળની યાદીમાં જણાવ્યા અનુસાર તા. ૭ ઓગસ્ટને રવિવારના રોજ માજી સૈનિકોનું સંમેલન યોજાશે જેમાં જામનગર બ્રિગેડ તરફથી વેપન મેળાનું તેમજ બેન્ડ ડિસ્પ્લે રાખવામાં આવ્યું છે તા ૦૭ ને રવિવારે સવારે ૦૯ : ૩૦ થી ૦૧ : ૩૦ કલાક સુધી રાજપર ગૌશાળા પાસે, પટેલ સમાજ વાડી ખાતે કાર્યક્રમ યોજાશે સંમેલનમાંમાજી સૈનિકોના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવશે જેથી માજી સૈનિક પરિવારોને પધારવા સંસ્થા પ્રમુખ અશોકસિંહની યાદીમાં જણાવ્યું છે કાર્યક્રમ માત્ર માજી સૈનિક પરિવારો પુરતો સીમિત હોવાનું પણ યાદીમાં ઉમેર્યું છે.

(1:26 am IST)