Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાઈ : માછીમારો નાસી છૂટ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪:   કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. માછીમારો નાસી છૂટ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ કચ્છના હરામીનાળા વિસ્તારમાં બે પાકિસ્તાની બોટની હીલચલ જોવા મળતા બીએસએફ તથા અન્ય સુરક્ષા એજન્સીઓ ની ટીમ વધુ સતર્ક થઈ ગઈ હતી અને તપાસ હાથ ધરતા બંને બોટ પાકિસ્તાનની હોવાનું જાણવા મળ્યું હતું સુરક્ષા એજન્સીઓની ટીમે બંને બોટનો કબજો લઈને તપાસ હાથ કરતા તેમાંથી માછીમારીના સાધનો મળ્યા હતા જોકે પાકિસ્તાની માછીમારો નાસી છુટ્યા હતા

(6:09 pm IST)