Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

અમરેલી જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ સંઘની મીટીંગ યોજાઇ

જૂનાગઢઃ લતાબેન ઉપાધ્યાયની અધ્યક્ષસ્થાનમાં ભરાડ વિદ્યા સંકુલ અમરેલી ખાતે સ્કાઉટ એન્ડ ગાઈડની મીટીંગ યોજાય હતી . જેમાં મુખ્ય મહેમાન અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જી એમ સોલંકી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત ઉપસ્થિત રહ્યા હતા તેમજ શિક્ષણવિદ ગિજુભાઈ ભરાડ અમરેલી જિલ્લા સ્વનિર્ભર શાળાના પ્રમુખ હસમુખભાઈ પટેલ અમરેલી જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ પીડી મિયાણી ધારાશાસ્ત્રી ઉદયનભાઈ ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજય ઓર્ગેનાઇઝર કમિશનર ભીખાલાલ સિધ્પરા, અમરેલી તેમજ જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘ ના પ્રમુખ ભુપેન્દ્રભાઈ બસીયા તેમજ નવરોજભાઇ ગાંગાણી, જેઠવા , દીપાબેન ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ નું સંચાલન  જીગ્નેશભાઈ ગોસ્વામી તથા લોકગાયક વિમલ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરાડ વિદ્યા સંકુલના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ હતો. જેમાં અમરેલી જિલ્લાના પ્રાથમિક માધ્યમિક તેમજ સ્વનિર્ભરશાળાના શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમ અમરેલી જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના સંયોજક પંકજભાઈ મહેતા એ જણાવેલ હતું.

(1:55 pm IST)