Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

માળીયા મિંયાણા પાસે ૮૬ બોટલ દારૂ સાથે અનીલ ચાવડા પકડાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૪ : માળિયા મિંયાણાના નાના દહિસરા ગામેથી ઈંગ્‍લીશ દારૂની ૮૬ બોટલ સાથે એક ઈસમની પોલીસે ધરપકડ કરી છે.ᅠ

પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા પોલીસનાᅠᅠપો.કોન્‍સ સમરથસર્િીહ ઝાલા તથા પો.કોન્‍સ. વિપુલભાઈ ડાંગરને ચોક્કસ બાતમી મળી હતી કે,ᅠનાના દહિસરા ગામે આરોપી અનીલ અરજણભાઇ ચાવડા તથા ઇરફાન અલીભાઇ સુમરા તેના રહેણાંક મકાન પાછળ વાડામાં વિદેશી દારૂનો જથ્‍થો સંતાડીને રાખેલ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો કરી ત્‍યાંથી મેકડોવેલ નં.૧ કુલ નંગ-૮૬ પરપ્રાંતીય ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો સંતાડી રાખી વેચાણ કરવાને ઇરાદે રાખી મળી આવતા આરોપી અનીલ ચાવડાની અટક કરી અને તેના સાગરીત ઇરફાનને કાયદાના સકંજામાં લેવા તજવીજ હાથ ધરી હતી.

આ કામગીરીમાં પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર બી.ડી.જાડેજા તથા પો.હેડ.કોન્‍સ. રણજીતસિંહ તથા પો.કોન્‍સ સમરથસિંહ ઝાલા તથા વિપુલભાઈ ડાંગર તથા ભાવેશભાઈ ગરચર સહિતના પોલીસ કર્મીઓ જોડાયા હતા.

(1:34 pm IST)