Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

નગડીયા ગામે જુગારનો અખાડો ઝડપાયો

 ખંભાળીયાઃ કલ્‍યાણપુર નગડીયા ગામની વાદી ખાંભા વાળુ ખેતર વિસ્‍તારમાં રહેતા રાજુભાઇ ભીમાભાઇ મોઢવાડીયાના વાડીએ ૮૪,૦૯૦ તથા મોબાઇલ ફોન નંગ-૭ કિં.રૂા. ૨૯,૦૦૦ મળી કુલ રૂા. ૧,૧૩,૦૯૦ના મુદ્દામાલ સાથે (૧) રાજુભાઇ ભીમાભાઇ મોઢવાડીયા રહે.નગડીયા ગામની સીમ, (૨) ભગીરથસિંહ ઉર્ફે ભગીભાઇ પ્રતાપસિંહ જાડેજા રહે. નગડીયા ગામ, (૩) પરબતભાઇ લીલાભાઇ કારાવદરા રહે. નગડીયા ગામની સીમ (૪) મારખીભાઇ રામાભાઇ ડુવા રહે. લાલપરડા ગામની સીમ (૫) મનસુખભાઇ કરશનભાઇ સોલંકી રહે. રાવલ ગામ (૬) વિજયભાઇ મુંજાભાઇ કારાવદરા રહે. નગડીયા ગામની સીમ (૭) હસુભાઇ લખમણભાઇ ગામી રહે. રાવલ ગામને ઝડપી લીધા હતા. એલ.સી.બી.ના આઇ/સી પો.ઇન્‍સ. પી.સી.શિંગરખીયા નાઓની સુચનાથી પીએસઆઇ બી.એમ.દેવમુરારી, એએસઆઇ  ભરતભાઇ ચાવડા, વિપુલભાઇ ડાંગર, દેવશીભાઇ ગોજીયા, કેશુરભાઇ ભાટીયા, જગદેવસિંહ જાડેજા, સજુભા જાડેજા, સુનીલભાઇ કાંબલીયા, નરશીભાઇ સોનગરા, ધર્મેન્‍દ્રસિંહ ચુડાસમા, હેડ કોન્‍સ. મસરીભાઇ આહીર, અરજણભાઇ મારૂ, લાખાભાઇ પિંડારીયા, બલભદ્રસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જીતુભાઇ હુણ, હસમુખભાઇ કટારા, મહેન્‍દ્રસિંહ જાડેજા, કોન્‍સ. ગોવિંદભાઇ કરમુર, વિશ્વદિપ જાડેજા, અરજણભાઇ આંબલીયા, કેતનભાઇ બડલ, મેહુલભાઇ રાઠોડ, સચીનભાઇ નકુમએ આ કામગીરી કરી હતી.

(1:14 pm IST)