Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

હર ઘર તિરંગાની શરૂઆત ૭ વર્ષ પહેલા જૂનાગઢથી થઇ હતી!

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૪ : આઝાદીના ૭પ વર્ષ પૂર્ણ થતા હોય અને સૌ સાથે મળી આઝાદીનો અમળત મહોત્‍સવ મનાવતા હોઈએ ત્‍યારે વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ૧૦ કરોડથી વધુ ઘરોમાં રાષ્‍ટ્રની આન-બાન-શાન એવા રાષ્‍ટ્રધ્‍વજને લહેરાવવાનું આયોજન છે. ત્‍યારે આજથી સાત વર્ષ પહેલા એટલે કે ૧૫/૮/ર૦૧૫ના રોજ જૂનાગઢના હેમાબેન આચાર્ય, નારસિંહભાઈ પઢીયાર, કલેકટર, જૂનાગઢ આઇ.જી.પી. બ્રજેશકુમાર ઝા, શેરનાથબાપુ, પ.પુ. તનસુખગીરીબાપુ, પ.પુ.લાલજી બાપુ, દિવ્‍યભાસ્‍કર પ્રેસ, સૌરાષ્‍ટ્રભૂમિ પ્રેસ, બ્‍લુ સ્‍ટાર ડેન ન્‍યુઝ સહીતના પ.પુ.સંતો, પદાધિકારીઓ, અધિકારીઓ, પ્રેસ પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓ સહિત ૫૦૦થી વધુ ઘરોમાં  સંસ્‍થા અખંડ ભારત સંઘ અને સંલગ્ન સંસ્‍થાઓ દ્વારા રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવીને રાષ્‍ટ્ર પ્રત્‍યેનું ઋણ અદા કરીને સમાજમાં રાષ્‍ટ્ર પ્રત્‍યે જાગળતિ લાવવાનું કાર્ય કરવામાં આવેલું.
જુનાગઢથી શરૂ થયેલી હર ઘર રાષ્‍ટ્રધ્‍વજની મુહિમ આખા દેશમાં પ્રસ્‍થાપિત કરીને વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીએ જૂનાગઢની જનતાને આભારી કર્યા છે તેમ ભાવેશભાઇ વેકરીયાની યાદીમાં જણાવાયું છે.

 

(11:40 am IST)