Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

પાટડીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

રાજ્ય મંત્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમોનું વિતરણ કરાયું

 

સુરેન્‍દ્રનગર:પાટડી ખાતે શ્રમ, રોજગાર, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમોનું વિતરણ કરાયું હતું.

આ તકે નગરપાલિકા પ્રમુખ મૌલેશભાઈ પરીખ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશ ડોડિયા, અગ્રણીઓ સર્વ ચેતનભાઇ શેઠ, દર્શનાબેન પટેલ, પિ.કે. પરમાર, ખેંગારભાઈ ડોડીયા તેમજ પ્રાંત અધિકારીશ્રી રૂતુરાજ સિંહ જાદવ, મામલતદાર પ્રીતિ મોઢવાડીયા તેમજ અધિકારી/ કર્મચારીઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

  .

(1:03 am IST)