Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ગોંડલ નવા માર્કેટ યાર્ડ સામે સ્ટેટ વિજિલન્સે દરોડો પાડી વરલી મટકા રમતા 7 શખ્શો ઝડપી પાડ્યા:

સીટી કોમ્પ્લેક્ષ સામે હાઈવે પર વરલી મટકાના આંકડાનો હારજીતનો જુગાર રમતા સાત જેટલા શખ્સો ઝડપાયા : ત્રણ શખ્શો ફરાર

ગોંડલ : ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ નજીક સીટી કોમ્પ્લેક્ષ સામે હાઈવે પર વરલી મટકાના આંકડાનો હારજીતનો જુગાર રમતા સાત જેટલા શખ્સો ને  સ્વિટેટ વિજિલન્સ પોલીસે  ઝડપી પાડ્યા હતા. દરોડા દરમ્યાન ત્રણ શખ્સો ફરાર થઈ જવા પામ્યા હતા. સ્ટેટ વિજિલન્સ પોલીસે વરલી મટકાનો આંકડા લેતા જીતેન્દ્ર મનોજભાઈ ગાંગડીયા,ઘનશ્યામ ભરતભાઈ હરિયાણા તેમજ  વરલીના આંકડા લખાવવા આવેલ પાંચ શખ્સો મળીને કુલ સાત વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન રોકડા રૂપિયા 27,240, બાઈક -3 કિંમત રૂપિયા1,00,000, મોબાઈલ ફોન નંગ-8 કિંમત રૂપિયા31,500 મળીને કુલ રૂપિયા 1,59,190 નો મુદ્દામાલ કબ્જે કરીને ઝડપાયેલા ઈસમો સામે કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરી હતી.બીજી તરફ સ્ટેટ વિજિલન્સ પોલીસના દરોડા દરમિયાન વસીમ જુસબભાઈ લાખાણી,એજાજ જુમાભાઈ લાખાણી તેમજ મોબાઈલ મૂકીને નાશી જનાર અજાણી વ્યક્તિ સહિતના 3 ઈસમો ફરાર થઈ જતા તેમને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.

(12:51 am IST)