Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ધ્રોલની આહીર કન્યા છાત્રાલય ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ઝળહળતુ પરીણામ : સંસ્થાની ૨૬માંથી ૨૫ દીકરીઓ પાસ : ત્રણ દિકરીઓ બની ટોપર

ધ્રોલ તા.૪

 ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર થતા ધ્રોલના રાજકોટ–જામનગર હાઈવે ઉપર આવેલ આહીર માતૃશ્રી રામબાઈમાં આહીર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ધ્રોલ આહીર કન્યા વિધાલયમાં અભ્યાસ કરતી ૧૨ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી ૨૬ દિકરીઓમાંથી ૨૫ દિકરીઓ પાસ થયેલ છે,

આ સંસ્થાની કૃપાબેન ગગુભાઈને ૯૮.૩૩ ટકા સાથે પ્રથમ નબરે આવેલ છે બીજા નંબરે હેમાગી બાબુભાઈ ૯૮.૨૬ ટકા અને ત્રીજા નંબરે શિયાર મીરાબેન કીશોરભાઈ ૯૭.૨૬ ટકા સાથે પાસ થયેલ છે અને આ સંસ્થાની ત્રણ દિકરીઓ ટોપર બનતા સંસ્થાના આગેવાનો ધ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખીનય છે કે, ધ્રોલની આહીર કન્યા છાત્રાલયમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી કૃપાબેન કચ્છના અંજાર તાલુકાના ગોપાલનગર ગામની દીકરી હોય અને તેમના પિતા ખેતીકામ કરીને દિકરીને ધ્રોલ ખાતે અભ્યાસ કરવા મોકલેલ હતી અને કૃપાએ પિતા તેમજ સંસ્થાનું નામ રોશન કરતા સંસ્થા ટસ્ટી મંડળ ધ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે.

(સંજય ડાંગર - ધ્રોલ)

(3:51 pm IST)