Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

જામનગરની યુવતિ તળાવમાં નાહવા પડયા બાદ ડુબી જવાથી મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: અહીં દિ.પ્‍લોટ ગોળના ગોદાવાળી શેરી, જામનગરમાં રહેતા પબાભાઈ વેજાણદભાઈ બોદર, ઉ.વ.પ૮ એ લાલપુર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩-૬-ર૦રરના સેવક ભાટીયા ગામની સીમમાં મરણજનાર મીતલબેન વેજાણંદભાઈ બોદર, ઉ.વ.૧૮, રે. દિ.પ્‍લોટ ગોળના

ગોદામવાળી શેરી, જામનગર વાળા તેના પિતા તેમની બહેનો સાથે જામનગર પોતાના ઘરેથી સેવક ભાટીયા આવેલ તેમની વાડીએ આવેલ હોય અને તેઓ બધા તેમની વાડીની બાજુમાં આવેલ તળાવમાં નાહવા માટે ગયેલ હોય દરમ્‍યાન નાહતા નાહતા મરણજનાર મીતલબેન ઉંડા પાણીમાં ડુબી જતા મરણ થયેલ છે.

ટ્રેકટર-રીક્ષા સામસામે અથડાતા ત્રણને ઈજા

મેઘપર પોલીસ સ્‍ટેશનમાં લખમણભાઈ ખોડાભાઈ ખરા, ઉ.વ.૪૦, રે. મોટા લખીયા ગામવાળા એ ફરીયાદ નોધાવી છે કે, તા.૩૦-પ-ર૦રરના ઈશ્‍વરીયા મહાદેવના મંદિરની નજીક ગઢવીની વાડી પાસે, મોડપર રોડ આરોપી ટ્રેકટર નં.જી.જે.૧૦-બી.જી.-૬પ૪ર નો ચાલક પુર ઝડપે બેફીકરાઈથી ગફલતભરી રીતે ચલાવી આવી ફરીયાદી લખમણભાઈની અતુલ શકિત રીક્ષા નં.જી.જે.-૦૩-ડબલ્‍યુ -ર૧૬૭ નો સામેથી ભટકાડી અતુલશકિત રીક્ષાને પલ્‍ટી મરાવી દેતા ફરીયાદી લખમણભાઈને જમણા પગની ઘુંટીમાં ફેકચર કરેલ તથા કમરના ભાગે મુંઢ ઈજા કરી તથા ફરીયાદી લખમણભાઈના પત્‍નીને આગળીઓમાં છોલછાલ મુંઢ ઈજા કરી તથા નાના દિકરા સુનિલને બંન્‍ને પગમાં તથા ઘુટમાં મું્રઢ ઈજા કરી પોતાનું ટ્રેકટર મુની  નાશી જઈ ગુનો કરેલ છે.

જુગાર રમતા બે ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હિતેન્‍દ્રસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩-૬-ર૦રરના ગોકુલનગર પાણખાણ શીવનગર શેરી નં.-૪માં આરોપીઓ રોહિત હરીશભાઈ વરદોરીયા, રસીકભાઈ શુખાભાઈ તંબોલીયા, રે. જામનગરવાળા ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રોકડ રૂ.૧૦,૩૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂ સાથે ઝડપાયો

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. અશોકભાઈ બાબુભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩-૬-ર૦રરના બાલવા ફાટક પાસે એ પોતાના કબ્‍જામાં ગેરકાયદેસર પાસ પરમીટવગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-ર, કિંમત રૂ.૧૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

વાલની બિમારી સબબ વૃઘ્‍ધનું મોત

અહીં સેનાનગર ઢીચડા રોડ, દુર્ગા એમ્‍પોરિયમની બાજુમાં રહેતા અવનીશકુમા રામસહાય ત્રિવેદી, ઉ.વ.પ૩ એ સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩-૬-ર૦રરના મરણજનાર રામસહાય સુર્યબલી ત્રિવેદી, ઉ.વ.૮૦, રે. ઢીચડા રોડ, સેનાનગર દુર્ગા એમ્‍પોરિયમની બાજુમાં, જામનગરવાળા ને વાલની બિમારી હોય અને આજરોજ તબીયત ખરાબ થતા જામનગરની જી.જી.હોસ્‍પિટલમાં સારવારમાં લઈ જતા મરણ ગયેલ છે.

ધ્રોલ ગામે જુગાર રમતા ૧૪ ઝડપાયા

ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. શીવભદ્રસિંહ મહોબતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪-૬-ર૦રરના મેમણ કોલોની, ફતેપુરા બિલ્‍ડીંગ પાસે, ધ્રોલ ગામે આરોપીઓ સેજાદભાઈ જીકરભાઈ પોપટપૌત્રા, મોસીનભાઈ યુસુફભાઈ ગડીયા, ઓસમાણભાઈ રઉફભાઈ વીરાણી, હનીફભાઈ સતારભાઈ દેદરાણી, રીજવાનભાઈ રજાકભાઈ આકબાણી, ઈરફાનભાઈ રઉકભાઈ દોસાણી, રસીદભાઈ ગફારભાઈ વિરાણી, ઈમ્‍તીયાજ ઈકબાલભાઈ દોસાણી, ગુલામહુશેન સલીમહુશેન આકબાણી, સોયબભાઈ સતારભાઈ દોસાણી, જુનેદભાઈ રફીકભાઈ રારાણી, જાવેદભાઈ બસીરભાઈ ગડીયા, રે. ધ્રોલવાળા ગોળકુંડાળુ વળી ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧,૩૭,૮૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૧૧, કિંમત રૂ.૮૪,પ૦૦/- મળી કુલ રૂ.ર,રર,૩૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:51 pm IST)