Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ધો.૧ર નાપાસ પરીક્ષાર્થી ઓકટો.માં પરીક્ષા આપી શકશે

ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના મહામંત્રી કનુભાઇ સોરઠીયાએ ધો.૧રમાં પાસ થયેલા તમામ પરીક્ષાર્થી ભાઇ-બહેનોને અભિનંદન પાઠવેલ છે. પરંતુ જે પરીક્ષાર્થી બે થી વધુ વિષયમાં નાપાસ થયેલ છે.તેના માટે ભારત સરકાર માન્‍ય ઓપન બોર્ડમાં ઓકટોબરમાં લેવાનાર પરીક્ષામાં બેસી શકશે. આ બોર્ડના માન્‍ય કેન્‍દ્ર બંસીધર વિદ્યાલય દોલતપરા જુનાગઢ ખાતે રૂબરૂ આવી માર્ગદર્શન મેળવી ફોર્મ ભરી શકશે. ધો.૧૦ના નાપાસ ઉમેદવાર પણ ફોર્મ ભરી શકશે. મો.નં.૯૮રપર ૩૦૧૩ર ઉપર સંપર્ક કરી માર્ગદર્શન આપી શકે છે.

એટીએમ લગ્ન યોજના

જુનાગઢ : સેવાભાવી સંસ્‍થા સત્‍યમ સેવા યુવક મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલ એટીએમ લગ્નના  આયોજનની યોજનાને ભારે પ્રતિસાદ મળી રહયો છે. સમુહલગ્નના આયોજનની હવે રાહ જોવી નહી પડે અને તાત્‍કાલીક લગ્નનું આયોજન કરી શકશે કોઇપણ જ્ઞાતિના લોકો આ લાભ લઇ શકશે. જરૂરીયાત મુજબ કરીયાવર પણ આપવામાં આવશે. વિશેષ માહિતી માટે સંસ્‍થાના પ્રમુખ મનસુખભાઇ વાજા અંધ કન્‍યા છાત્રાલય સેજની ટાંકીપાસે જવાહર રોડ જુનાગઢ ખાતે સવારે ૧૧ થી ૧માં કોન્‍ટેક કરી શકાશે. 

(1:50 pm IST)