Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

દેવભૂમિ દ્વારકાના સુરજકરાડીમાં કોરોના કેસ આવતા સંપર્કમાં આવેલાનું ટેસ્‍ટીંગ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૪ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહીનાઓ પછી દ્વારકા તાલુકાના સૂરજકરાડીમાં પરપ્રાંતિય યુવાનનું ટેસ્‍ટીંગમાં કોરોના પોઝીટીવ નીકળતાં તંત્ર દોડયું હતું. જિલ્લા કલેકટર એમ. એ. પંડયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. રાજ સુતરીયા તથા એમ. ડી. જેઠવાએ ટીમો દોડાવીને આ મજૂર કે જે ઝારખંડ વિસ્‍તારમાંથી ર૮-ર૯ મે ના રોજ આવેલા તથા ટેસ્‍ટીંગમાં કોરોના પોઝીટીવ નીકળતા તેના સંપર્કમાં આવેલાઓના ટેસ્‍ટીંગ શરૂ કરાયા છે. તથા ચેકીંગ હાથ ધરાયું છે. હાલ તેને કોરોનાના  કોઇ મોટા ગંભીર લક્ષણો ના હોય હાલ તેને નિરીક્ષણમાં રખાયો છે. હોસ્‍પિટલમાં દાખલ થયેલ નથી

(1:56 pm IST)