Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

લગ્ન કરવાની લાલચ આપી, દ્વારકાની પરિણીતા સાથે દુષ્‍કર્મ : મારી નાખવાની ધમકી : ખંભાળિયાના શખ્‍સ સામે ગુનો

 ખંભાળિયા, તા.૪ : ૨૮ વર્ષીય એક યુવતીને ખંભાળિયામાં રહેતા બીપીન કારૂભાઈ ચોપડા નામના શખ્‍સ દ્વારા તેણીના પતિ સાથે છૂટાછેડા લેવાનું કહી અને છુટાછેડા બાદ તેણી સાથે લગ્ન કરવાની લાલચ આપી, તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્‍યો હતો.

 બાદમાં ફરિયાદી યુવતીએ આરોપી બીપીન ચોપડાને લગ્ન કરવાનું કહેતા તેને લગ્ન કરવાની ના પાડી, હવે તો લગ્ન કરવાનું કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્‍ચારી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદ પરથી બીપીન કારૂભાઈ ચોપડા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી દ્વારકાના પી.એસ.આઈ. બી.એચ. જોગલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

  પીધેલી હાલતમાં યુવાન દ્વારા મહિલાને મારી નાખવાની ધમકી

ખંભાળિયાના ભગવતી હોલની પાછળના વિસ્‍તારમાં રહેતા જેબુનબેન હાસમભાઈ શાહમદાર નામના ૫૨ વર્ષીય મહિલાના ઘર પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં આવેલા ગીરીશ હરેશભાઈ મકવાણા નામના એક શખ્‍સ દ્વારા બિભત્‍સ ગાળો બોલવામાં આવતી હોવાથી જેબુનબેને તેને ગાળો બોલવાની ના કહેતાં આરોપીઓ ઉશ્‍કેરાઈને તેણીને બિભત્‍સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે  ગુનો નોંધ્‍યો છે.

કલ્‍યાણપુર પંથકમાં મોબાઈલ તથા બાઇકની લૂંટ ચલાવવા સબબ પાનેલી ગામના શખ્‍સ સામે ગુનો

 કલ્‍યાણપુર તાલુકામાં ખોડીયાર મંદિર પાસે રહેતા અને મૂળ મધ્‍ય પ્રદેશ રાજ્‍યના સિંધી જિલ્લાના બહરી ગામના રહીશ ઓમપ્રકાશભાઈ  શ્‍યામલાલ વિશ્વકર્મા નામના ૨૭ વર્ષીય યુવાન ગત તારીખ ૨ ના રોજ પાનેલી ગામ નજીક એક સરકારી જમીન પાસે ચાલી રહેલા પાવરીકા કંપનીના પવનચક્કીના કામ પાસેથી અન્‍ય એક આસામીને સાથે લઈને તેના મોટરસાયકલ નંબર જી.જે. ૧૦ એ.એસ. ૬૩૩૩ ઉપર બેસીને જઈ રહ્યા હતા, કયારે પાનેલી ગામના દેવરખી આહિર નામના શખ્‍સે તેઓને અટકાવી અને ફરિયાદી ઓમ પ્રકાશભાઈ તથા તેમની સાથે રહેલા સાહેદ પાસેના રૂપિયા ૧૦ હજારની કિંમતના બે એન્‍ડ્રાઇડ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા વીસ હજારની કિંમતના મોટરસાયકલ બળજબરીપૂર્વક ઝુંટવીને લૂંટ કરી ગયાની ફરિયાદ કલ્‍યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

એટલું જ નહીં, આરોપી શખ્‍સ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા આ બનાવ અંગે પોલીસે ઓમ પ્રકાશ શ્‍યામલાલની ફરિયાદ પરથી દેવરખી આહીર સામે ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એસ.કે. બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

વાડી ખાલી કરી દેવાનું કહી બેરાજાના વળદ્ધ ઉપર હુમલો : બે શખ્‍સો સામે ફરિયાદ

 ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે રહેતા માલદેભાઈ મેરાભાઈ ચાવડા નામના ૬૨ વર્ષીય વળદ્ધ સાથે બોલવાનો વ્‍યવહાર પણ ન હોવા છતાં આ જ વિસ્‍તારમાં રહેતા ભીમશી મેરાભાઈ અને પાલાભાઈ નામના બે શખ્‍સો દ્વારા ફરિયાદી માલદેભાઈને ‘‘આ વાડી મારી છે. તમે ખાલી કરી દેજો''- તેમ કહેતા ફરિયાદી માલદેભાઈએ વાડી ખાલી કરવાનીના કહી હતી. જેથી આરોપીઓએ ઉશ્‍કેરાઈને બિભત્‍સ ગાળો કાઢી, પથ્‍થરના છુટા ઘા મારીને ઈજાઓ પહોંચાડ્‍યાની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

 આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્‍યો છે.

(1:47 pm IST)