Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

દેવભૂમી દ્વારકા જીલ્લો અસ્‍તિત્‍વમાં આવ્‍યા બાદ પ્રથમ વખત સૌથી ઉંચુ ૯૧.૯ ટકા ધો.૧૨નું પરિણામ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.૪: ૨૦૧૩માં દેવભૂમિ દ્વારકા જિલ્લો અસ્‍તીત્‍વમાં આવ્‍યો ત્‍યારથી પ્રથમ વખત સૌથી ઉંચુ ધો.૧૨ સામાન્‍ય પ્રવાહનું ૯૧.૯% પરિણામ સાથે જિલ્લો રાજયમા રીલ્‍ટની ટકાવારીમાં નવમા ક્રમે આવ્‍યો છે જે અગાઉ ૧૩માં ક્રમે હતો તથા પંદર છાત્રોએ એ વન ગ્રેડ મેળવ્‍યો છે. રાજયમાં પ્રથમ વખત નવમો ક્રમ તથા જિલ્લામાં નવ વર્ષ સૌથી ઉંચુ રીઝલ્‍ટ આવતા જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેર તથા એજયુ.ઇન્‍સપેકટર શ્રી વિમલ કિરસાતાએ સૌ શિક્ષકો આચાર્યોનો આભાર માન્‍યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૯૧.૯ ટકા જેટલું ઉંચુ રીઝલ્‍ટ આવતા જિલ્લામાં અનેક શાળાઓના રીઝલ્‍ટ ૯૦ થી ૧૦૦ ટકા રીઝલ્‍ટ આવેલા છે જેમાં આદર્શ નિવાસી (વિ.જા.) શાળા કુહાડીયાનું ૧૦૦% રીઝલ્‍ટ, જ્ઞાનજયોત શાળાનું ૧૦૦ ટકા ડ્રીમલાઇન સ્‍કુલ ૧૦૦ ટકા કે.આર.ગોકાણી સ્‍કૂલ ૯૨.૨૮ ટકા, શીવમ ગર્લ્‍સ સ્‍કૂલ ૯૪.૪૪ ટકા રીઝલ્‍ટ આવેલુ છે.

(1:46 pm IST)