Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

રાજુલાના ડો. કાપડિયા દ્વારા કોવિડ રસીકરણ માટે મદદરૂપ થવા કોર્પોરેટ ક્ષેત્રને

રાજુલાઃ તા. ૪ : સરકાર દ્વારા ૧૫ થી ૫૯ વર્ષના લોકોને કોવિડ રસીનો પ્રથમ અને બીજો ડોઝ નિઃશુલ્‍ક અપાયો છે. પરંતુ ત્રીજા ડોઝ માટે સરકારે કોર્પોરેટ ક્ષેત્રની ઇન્‍ડસ્‍ટ્રીઝ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે જોડાય તેવુ કેન્‍દ્ર સરકારનું સૂચન આવ્‍યુ છે.

જે અંતર્ગત અમરેલી જીલ્લા કલેકટર ગૌરવ મકવાણા, ડીડીઓ. દિનેશ રમેશ ગુરવ અને ડો. જયેશ પટેલના માર્ગદર્શન હેઠળ ડો. એમ.પી.કાપડીયા દ્વારા રાજુલાના એપીએમ ટર્મીનલ પીપાવાવ પોર્ટના ડો. શૈલેન્‍દ્ર ગુપ્તા અને વિશાલ બરવે, ડો. રવિ સોલંકી તેમજ જોષીભાઇ, ડો. એમ.કે.નાથા નરેશભાઇ ઉકાણી સાથે પ્રિકોશન ડોઝના રસીકરણ બાબતે મુલાકાત લઇ સહભાગી થવા જણાવાયુ હતું. ડો. એમ.પી. કાપડીયા સાથે હેલ્‍થ ઓફિસર ડો. એન.વી.કલસરીયા અને નયનભાઇ સોની હાજર રહી કરેલ મુલાકાતમાં સકારાત્‍મક અભિગમ દેખાતા લોકોની આરોગ્‍ય સુખાકારીમાં વધારો થશે તેવું યાદીમાં જણાવ્‍યુ હતું.

(1:54 pm IST)