Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

જૂનાગઢમાં પ્રથમવાર ગ્રુપ આર્ટ એક્‍ઝિબિશનમાં કલાનો રસથાળ

વોટર કલર, પેપર, પેન્‍સીલ વડે રાજ્‍યના ૧૬ જાણીતા કલાના કસબીઓએ તૈયાર કરી છે કલાત્‍મક કળતિઓ

જૂનાગઢ,તા.૪ : વોટર કલર, પેપર, પેન્‍સીલ વગેરે દ્વારા તૈયાર કરાયેલા કલાના બેનમૂન સ્‍કેચ-ચિત્રો જોવાનુ ચૂકશો નહી. એ પણ જૂનાગઢના આંગણે. જે રાજ્‍યના ૧૬ જેટલા જાણીતા કલાના કસબીઓએ આ કલા પ્રકળતિઓ તૈયાર કરી છે. 

જૂનાગઢ મ્‍યુઝિયમમાં ઓપેરા હાઉસ ખાતે ગ્રુપ આર્ટ એક્‍ઝિબિશનનો જિલ્લા કલેક્‍ટર રચિત રાજે પ્રારંભ કરાવ્‍યો હતો. જે તા.૦૫ જૂન સુધી નીહાળી શકાશે. 

કાર્યશાળા સંસ્‍થાના ગૌરાંગ વાઢેર કહે છે કે, મોટાભાગે આ કારના ગ્રુપ આર્ટ એક્‍ઝિબિશન મુંબઈ, દિલ્‍હી, અમદાવાદ, વડોદરા જેવા મહાનગરોમાં યોજાતા હોય છે પરંતુ આ આધુનિક કલાથી જૂનાગઢ જેવા નાના શહેરના લોકો પણ પરિચિત થાય અને એક કલા સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થાય તે માટે આ ચિત્ર પ્રદર્શની અહીં યોજવામાં આવી છે.

આ કલાત્‍મક ચિત્રો કળતિઓ ગુજરાતમાં ૧૬ કેટલા જાણીતા ચિત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવી છે જે બધા જ રાષ્‍ટ્રીય સ્‍તરના આર્ટિસ્‍ટ છે. આ પ્રદર્શનીમાં રજૂ કરાયેલા ચિત્રો એકાદ વર્ષ પહેલા પ્રકળતિના સાનિધ્‍યમાં તૈયાર કરવામાં આવ્‍યા હતા.

 કાગળના માવા વડે તૈયાર કરાયેલ કલાત્‍મક કળતિઓ, મેની ક્‍વિન એટલે કે શોરૂમ બહાર જે પૂતળા હોય તે  શો-પીસમાંથી, ઉપરાંત પોસ્‍ટ કાર્ડ, પેપર વર્ક, એબ્‍સ્‍ટ્રેકટ આર્ટ  સહિતની આધુનિક કળાની સાંકળતી કળતિઓ અહીં રજૂ કરવામાં આવી છે. તેમ ગૌરાંગ વાઢેરે ઉમેર્યું હતું.

 આર્ટિસ્‍ટ ઘનશ્‍યામ રાઠોડ પેપર વર્ક વડે તૈયાર કરી જૂનાગઢ શહેરની માર્મિક કળતિ

 ઘનશ્‍યામ રાઠોડે પેપર વર્ક વડે જૂનાગઢ શહેરની ધાર્મિક કળતિ તૈયાર કરી છે જેમાં તેમણે સદીઓ પુરાણા જૂનાગઢ, આજના આધુનિક જૂનાગઢ અને તેના આધ્‍યાત્‍મિક મહત્‍વને સાંકળીને પેપર વર્ક વડે માર્મિક રીતે રજૂ કર્યું છે આ ઉપરાંત ઘનશ્‍યામ રાઠોડે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાની માયાજાળમાં ગૂંચવાયેલા માનવીને આગવા સ્‍વરૂપમાં પેપર વર્ક વળે રજૂ કરવામાં આવ્‍યો છે. તેમજ કોરોના મહામારીએ મનુષ્‍યનો અહંકાર ઓગાળી નાખ્‍યો છે. તેને લક્ષ્યમાં રાખીને દેવો ધરતી પર નિવાસ કરવા આવ્‍યા છે ત્‍યારે આ દેવો ના ઘર કેવા હોય ? તેવા ઘરોને ઘનશ્‍યામભાઈએ કાલ્‍પનિક અને કલાત્‍મક રીતે રજૂ કર્યા છે.

ગૌરવ પુરસ્‍કાર વિજેતા જયેશ શુક્‍લના ચિત્રો સંદેશ આપે છે : પ્રકળતિ સાથે તાદાત્‍મ્‍ય સાધીએ

ગૌરવ પુરસ્‍કાર વિજેતા શ્રી જયેશભાઈ શુક્‍લ પોતે કરેલા ચિત્રોની વિભાવના સ્‍પષ્ટ કરતાં જણાવે છે કે, વરસાદ લાવશો આપણે તો બચીશું, આ સાથે સમગ્ર સળષ્ટિ અને મૌન પશુ-પક્ષીઓ પણ જીવશે. આપણા પૂર્વજો જેમ -કળતિ સાથે કદમ મિલાવીને જીવન વ્‍યાપન કરતા હતા અને ખૂબ ઓછા ભૌતિક પદાર્થો સાથે નીર કરતા હતા તે ખરેખર સાચી જીવનશૈલી છે આપડે આપણે  પ્રકળતિને યેનકેન પ્રકારે હાનિ પહોંચાડી છે ત્‍યારે વળક્ષ- પર્યાવરણ બચાવીએ અને પ્રકળતિ સાથે તાદાત્‍મ્‍ય સાધીએ. તેમ શ્રી શુક્‍લે ઉમેર્યું હતું. 

(1:44 pm IST)