Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ધ્રોલમાં જુગાર રમતા ૧૪ શખ્‍સો ઝડપાયા

જામનગર તા. ૪ :.. ધ્રોલ ટાઉનમાં મેમણ કોલોની ફતેપુરા બિલ્‍ડીંગ પાસે જાહેરમાં સ્‍ટ્રીટ લાઇટના અંજવાળે જૂગાર રમતા મળી આવતા રૂા. ૧,૩૭,૮૦૦ તથા મો. ફો. નંગ-૧૧ કિ. રૂા. ૮૪,પ૦૦ તથા ગંજીપતાના પાના મળી કુલ રૂા. ર,રર,૩૦૦ નો મુદામાલ કબ્‍જે કરી સેજાદ જીકરભાઇ પોપટપૌત્રા રહે. રજવી સોસાયટી, ફતેપરા, શાહનવાજ ફારૂકભાઇ નાગાણી પાર રહે. રજવી સોસાયટી, ફતેપુર, મોસીન યુસુફભાઇ ગડીયા રહે. ફતેપુર, મેમણ કોલોની, ઓસમાણ રઉફભાઇ વીરાણી પાર રહે. ફુલવાડી રોડ, ભીમવાસ સામે, હનીફ સતારભાઇ દેદરાણી રહે. નંદનવન સોસાયટી શીશુ મંદિર સામે, રીજવાન રજાકભાઇ આકબાણી રહે. મેમણ કોલોની, ફતેપુરા, ઇરફાન રઉફભાઇ દોસાણી રહે. ફુલવાડી રોડ, ખાટકીવાડાની બાજુમાં, રસીદ ગફારભાઇ વીરાણી રહે. નંદનવન સોસાયટી, ખોડીયાર ડેરી પાસે, ઇમ્‍તીયાઝ ઇકબાલભાઇ દોસાણી રહે. મેમણ ચોક, જુમા મસ્‍જીદ પાસે, સોહીલ સલીમભાઇ કામદાર રહે. દૂધસાગર રોડ, બુનીયાદ સ્‍કુલની બાજુમાં રાજકોટ, ગુલાહુસેન સલીમભાઇ આકબાણી રહે. વીસીપરા, ફુલછાબ, વીસી ફાટક પાસે, મોરબી, સોયબ સતારભાઇ દોસાણી રહે. ફતેપુરા, અજીતપીર ચોક, જુનેદ રફીકભાઇ રારાણી રહે. ફતેપુરા, મેમણ કોલોની સામે, જાવેદ બસીરભાઇ રહે. ફતેપુરા, મેમણ કોલોની સામેને ઝડપી લીધા હતાં.

આ કાર્યવાહી ઇન્‍ચાર્જ પો. ઇ. કે. કે. ગોહીલની સુચનાથી પો. સ. ઇ. આર. બી. ગોજીયા, તથા એલ. સી. બી. સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:43 pm IST)