Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

શેડુભાર ગામે જુગાર દરોડો : ૩ ઝડપાયા

 અમરેલી : શેડુભાર ગામે, મફતીયા પરા પાસે આવેલ તળાવમા બાવળ નિચે જાહેરમા કેટલાક ઇસમો જુગાર રમે છે તેવી  બાતમી આધારે શેભાર ગામે રેઇડ કરતા કુલ ૩ ઇસમોને રોકડ રકમ રૂ.૧૦,૬૨૦/ ના મુદ્દામાલ સાથે   (૧) રાજેશભાઇ ઉર્ફે રાજુ ઓધવજીભાઇ જાદવ ઉ.વ.૩૪ ધંધો.મજુરી  (૨) નનુભાઇ બચુભાઇ શીરોળીયા ઉ.વ.૩૫ ધંધો.મજુરી   (૩) દયાળભાઇ મનજીભાઇ ગોરાસવા (દે.પુ) ઉ.વ.૩૮ ધંધો.મજુરીને અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને નાયબ પોલીસ અધિક્ષકને જે.પી.ભંડારી માર્ગદર્શન હેઠળ અમરેલી રૂરલ પોલીસ સ્‍ટેશનના પો.સબ.ઇન્‍સ. શ્રી એ.વી.સરવૈયા તથા અમરેલી રૂરલ પોલીસ સ્‍ટેશનના  (૧) હરેશસિંહ દાનસિંહ પરમાર એ.એસ.આઇ.  (ર) જીતેન્‍દ્રકુમાર રમેશભાઇ મહેતા હેડ કોન્‍સ.  (૩) જાહિદમહમદ યુસુફભાઇ મકરાણી હેડ કોન્‍સ. (૪) જયદિપસિંહ મૈસુરસિંહ ઝાલા પો.કોન્‍સ. (૫) અતુલભાઇ કાળુભાઇ માટીયા પો.કોન્‍સ. દ્વારા ઝડપી લીધેલ છે.

(1:42 pm IST)