Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

સાસણ સફારીના વેકેસનની મુદત ઘટાડવા તેમ જ સિંહ દર્શનના બે સ્‍લોટ કરવા હોટલ એસો.ની રજુઆત

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૪: સાસણ સિંહ દર્શન કરવા દેશ-વિદેશથી લોકો આવે છે. જેના લીધે અન્‍ય ધંધાનો વિકાસ થયો છે. ચોમાસામાં તંત્ર દ્વારા સફારી બંધ કરી દેવામાં આવે છે. જેથી પ્રવાસીઓને, હોટલોના માલીકોને મુશ્‍કેલી પડતી હોય, હોટલ એસો.ના મુકેશભાઇ મહેતા હમીરભાઇ બારડ, બળવંતભાઇ ધામી, વિનુભાઇ આ પ્રશ્‍ને વન પર્યાવરણ મંત્રી તેમજ ફોરેસ્‍ટના અધિકારીઓને મળેલ, અનેક રજુઆત કરેલ કે સફારીનું વેકેશન સમય ઘટાડી ૩૦ જુને શરૂ કરવામાં આવે અને ૧ ઓકટોબર પુરૂ કરી દેવામાં આવે તેમ જ એક દિવસમાં સફારીના સ્‍લોટ દિવસમાં બે વખત રાખવામાં આવે, કેમ કે ત્રણ વખતના કારણે વન્‍ય જીવ હેરાન થતા હોય માટે બે વિભાગ કરી બેઠક વ્‍યવસ્‍થા વધારવામાં આવે, ઉપરાંત ચોમાસા દરમ્‍યાન રાષ્‍ટ્રીય ઉદ્યાન અને અભ્‍યારણની બહાર સફારી માર્ગો ખોલવામાં આવે તેવી પણ માંગ કરી હતી. તમામ પ્રશ્‍ને હકારાત્‍મ અભીગમ ધરાવી તરત જ આ અંગે યોગ્‍ય નિર્ણય લેવામાં આવશે તેવુ જણાવ્‍યુ હતું.

(1:41 pm IST)