Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહમાં ધ્રોલ બી.એમ. પટેલ સ્‍કુલ - વાંકિયાના મીત કોરીંગાને ૯૯.૯૯ પીઆર

ધ્રોલ તા. ૪ : આજે જાહેર થયેલ ધો.૧૨ (સામાન્‍ય પ્રવાહ)ના પરીણામમાં ધ્રોલ શહેરના વિદ્યાર્થીઓએ સમગ્ર રાજયમા ડંકો વગાડેલ છે. ધ્રોલની શ્રી બી.એમ.પટેલ સ્‍કુલ-વાંકિયામાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થી મીત શૈલેષભાઈ કોરીંગાએ ૯૯.૯૯ પીઆર (૯૫.૯૭%) ટકા સાથે સમગ્ર રાજયમાં એ-૧ ગ્રેડ સાથે પ્રથમ નંબર મેળવેલ છે. તથા નામું, આંકડા અને વાણિજય વ્‍યવસ્‍થામા ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરવાની અભુતપૂર્વ સિધ્‍ધી મેળવેલ છે આ સાથે આજ શાળાના ૭ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવેલ છે આ સિધ્‍ધી બદલ શાળાના આચાર્યશ્રી, ટ્રસ્‍ટીશ્રીઓ તથા શિક્ષકોએ અભિનંદન સાથે ઉજવળ ભવિષ્‍યની શુભકામના પાઠવેલ છે. મીતનું ધ્‍યેય આગળ જતા સી.એ. બનવાનનું છે. (સંજય ડાંગર, ધ્રોલ)

(1:41 pm IST)