Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

જામનગરમાં દેશી દારૂ સાથે બે કોળી ઝડપાયા

 જામનગર : જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ સદંતર નાબુદ કરવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.ચાવડાની સુચના અને પોલીસ ઇન્‍સ્‍પેકટર કે.જે.ભોયેના માર્ગદર્શન મુજબ તથા પો.સબ ઇન્‍સ. સી.એમ.કાંટેલીયા સર્વેલન્‍સ સ્‍કોર્ડના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્‍સ. રવીરાજસિંહ જાડેજા, પો.કોન્‍સ. યુવરાજસિંહ જાડેજા, હરદીપભાઇ બારડને હકીકત મળેલ કે વિશાલ વિનોદ બારીયા રહે. નાગેશ્વર, ગાયત્રી મંદિર સામે વાળાએ તેના રહેણાંકમાં દેશી દારૂનો વિશાળ જથ્‍થો રાખેલ છે તે હકીકત આધારે રેઇડ કરી વિશાલ કોળી (ઉ.૨૯), વિજય સુખાભાઇ મકવાણા કોળી (ઉ.૩૦) ધંધો મજુરી રહે. નાગેશ્વર, ચામુંડા મંદિર પાછળ, જામનગરવાળાઓને દારૂ લીટર ૮૫૦ કિં.રૂા. ૧૭,૦૦૦નો મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે અને આ દારૂ સપ્‍લાય કરનાર કિશન ગુજરાતી રહે. નવાગામ ઘેડ, જામનગરવાળાને ફરારી જાહેર કરી એ.એસ.આઇ. હિતેશભાઇ ચાવડાએ ફરીયાદ આપતા કાર્યવાહી કરેલ છે. આ કામગીરી ઇ/ચા. ઇન્‍સ. કે.જે.ભોગે તથા સર્વેલન્‍સ સ્‍કોર્ડના પો.સબ. ઇન્‍સ. સી.એમ.કાંટેલીયા, એ.એસ.આઇ. હિતેશભાઇ એમ. ચાવડા, પો.હેડ કોન્‍સ. રવીરાજસિંહ જાડેજા, ક્રીપાલસિંહ સોઢા તથા પો.કોન્‍સ. યુવરાજસિંહ જાડેજા, હરદીપભાઇ બારડ, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, સંજયભાઇ પરમાર, હિતેષભાઇ સાગઠીયા દ્વારા કરવામાં આવેલ છે.

(1:56 pm IST)