Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

જામનગરમાં ૧૧૮ બોટલ સાથે મોચી પકડાયો

જામનગર : નવાગામ ઘેડ, સિધ્‍ધેશ્વર સોસાયટી શેરી નં.ર માં રહેતા પંકજભાઇ મનસુખભાઇ પરમારએ પોતાના મકાનમાં વિદેશી દારૂ વેચાણ અર્થે મંગાવી રાખેલ છે. જે હકિકત આધારે રેઇડ કરી આરોપી પંકજભાઇ મનસુખભાઇ મોચી (ઉ.વ.૪પ) ધંધો જામનગર વાળાને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૧૧૮ કિ. રૂા.પ૯,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ છે અને જેના વિરૂધ્‍ધ ધોરણસર  થવા પો. હેડ કોન્‍સ. ક્રિપાલસિંહ સોઢાએ ફરીયાદ આપેલ છે અને પો.સ.ઇ. સી.એમ.કાંટલીયાએ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરી પોલીસ ઈન્‍સ. કે.જે.ભોયે તથા સર્વેલન્‍સ સ્‍કોર્ડના પો.સબ. ઇન્‍સ. સી.એમ.કાટેલીયા તથા એ.એસ.આઇ. હિતેશભાઇ એમ.ચાવડા તથા પો. હેડ કોન્‍સ. રવીરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા તથા પો. કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, હરદીપભાઇ બારડ, સંજયભાઇ પરમાર, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઇ સાગઠીયા, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(1:38 pm IST)